દરિયા કિનારે રોરો ફેરી સર્વિસે ચેરના વૃક્ષોનું નિકંદન કાઢી નાખવાનું ફરી શરૂં કર્યું

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારમાં આવેલા મેન્‍ગૃવના વૃક્ષોનું નિકંદન કાઢતાં  6 ફેબ્રુઆરી 2019ના રોજ ઓમ સાંઈ નેવિગેશન પ્રા. લિ. કંપની સામે કામ કરવા સામે ગુજરાત વડી અદાલતે મનાઈ હુકમ ફરમાવ્‍યો હતો અને કંપનીનું કામ બંધ કરવા માટેઅમરેલી જિલ્‍લા કલેકટર તથા ઓમ સાંઈ નેવિગેશન પ્રા. લિ. કંપનીને નોટીસ આપી હતી. હવે  ગુજરાત વડી અદાલતના આદેશનો અનાદર કરી આ કંપની દ્વારા 24 ફેબ્રુઆરી 2019થી વીકટર પોર્ટ પર ફરી કામ ચાલુ કર્યું છે. આ અંગે સામાજિક કાર્યકર અજય શિયાળ દ્વારા રજાનો દિવસ હોવાથી ટવીટર, ઈમેલ તથા વોટસએપ મારફતે અમરેલી જિલ્‍લા કલેકટર તથા નિવાસી અધિક કલેકટરને પત્ર તથા વિડીયો મોકલી જાણ કરી હતી. સામાજિક કાર્યકર અજય શિયાળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં હાઈકોર્ટ દ્વારા

સ્થાનિક તંત્ર તથા ગુજરાત સરકાર અને પ્રધાનમંત્રી કાર્યાલય સહિતના વિભાગોને પત્ર લખીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. 22 જૂન 2018ના રોજ પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ગુજરીયા સહિતના લોકોએ અમરેલી જિલ્લાના કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમ છતાં આંધળા અને બહેરા અને મુંગા બની ગયેલા તંત્રએ કોઈ પગલાં લીધા ન હતા. તેથી વડી અદાતલમાં જાહેર હીતની અરજી કરી હતી.

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના વિકટર પોર્ટ, પીપાવાવ ધામ કથીવદર ખેરા દાતરડી સહિતના વિસ્તારોમાં ખાનગી કંપનીઆે આેમ્ સાંઈ નેવિગેશન પ્રા લિ તથા ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ કંપની તથા અન્ય ઈસમો દ્વારા આ વિસ્તારમાં આડેધડ મેન્ગ્રુવના વૃક્ષોનું નિકંદન કાઢી પર્યાવરણ અને દરિયાઇ જીવસૃિષ્ટને નુકસાન પહાેંચાડ્યું છે.

વડી અદાલત દ્વારા મનાઇ હુકમ આપીને અમરેલી જિલ્લાના કલેક્ટરને નોટિસ કાઢી હતી. તેમજ ગુજરાત સરકાર, વન વિભાગ, રાજુલા મામલતદાર, આેમ્ સાંઈ નેવિગેશન પ્રા લિ, ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ સહિતના પક્ષકારોને નોટિસ આપી હતી.

ફેરી સર્વિસ શરૂં થશે

ઘોઘા દહેજ ફેરી સવિર્સની જેમ વિક્ટર બંદરથી હજીરા 30 ટ્રક અને પેસેન્જર પણ વહન થશે, બે વેસલ સાથે સવિર્સ શરૂ થશે. કંપની દ્વારા બે વેસલ મૂકી એકમાં પેસેન્જર ફેરી અને બીજું વેસલ 30 ટ્રક અને 150 મુસાફરોને વહન કરી શકે તેવી ક્ષમતાનું હશે. આ માટે કંપનીએ ભાડાના દર પણ નક્કી કરી નાખ્યા છે. રોડ માર્ગે સુરત પહાેંચતા 15 થી 16 કલાક થાય છે, જેની સામે જળ માર્ગે માત્ર 2.50 કલાક થશે. આ સવિર્સ માટે 2009માં સરકાર સાથે એમઆેયુ કરાયા હતા અને પર્યાવરણીય મંજૂરી પણ 2016માં આવી ગઈ છે.

1 લાખ વૃક્ષોનું વાવેતરનું નિકંદન

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં મેન્ગ્રુવના મોટા મોટા અને ઊંચા ઊંચા વૃક્ષો છે. મેન્ગ્રુવના વૃક્ષો દરિયાઈ જીવસૃષ્ટિ તથા માનવીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. સુરક્ષા દિવાલ જેવું કામ કરે છે. આ મેન્ગ્રુવના જંગલોમાં સિંહો, નિલગાય તથા દરિયાઇ જીવો રહે છે. રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં ચેરના વૃક્ષોનું વાવેતર 2005થી શરૂ કરવામાં આવ્યું તેમાં વન વિભાગ કે.પી. એનર્જી, ગીર નેચર ક્લબ જેવી પર્યાવરણીય સંસ્થાઓ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. 2005થી આજદિન સુધી આ અલગ અલગ-અલગ સંસ્થાઓ ખાનગી કંપનીઓ તથા વન વિભાગ દ્વારા 1.40 લાખ જેટલા ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં ઉધોગો ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. ઉધોગોને સરકાર મામુલી ભાવોમાં જમીનો ફાળવી તમામ પ્રકારની છુટછાટ આપી પર્યાવરણને ખૂબ મોટું નુક્સાન પહોંચાડ રહ્યા છે. આ મહાકાય કંપનીઓ પર્યાવરણના નિયમોની ઐસીતૈસી કરીને ખૂબ ખોટું નુકસાન પર્યાવરણને થઈ રહ્યું છે.

તેમજ રાજુલા તાલુકાના પીપાવાવ ધામ વિકટર કથીવદર ગામના દરિયાકાંઠા વિસ્તારોમાં થોડા વર્ષોથી વિકાસની આંધળી દોટમા ઝીંગા ઉછેર કેન્દ્રો નો મોટો ઉદ્યોગ ફૂલીફાલી રહ્યો છે આ ઝીંગા ફાર્મના ભૂમાફિયાઓ ગૌચર અને સરકારી પડતર જમીનો પર તો કબજો જમાવ્યો છે. બીજી જમીન નહીં મળતા ખૂબજ ઉપયોગી વનસ્પતિ મેન્ગ્રુવના વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢી રહ્યા છે.

મેન્ગ્રુવના વૃક્ષોનું નિકંદન કાઢી ઝીંગા ફાર્મ બનાવેલા છે છતાં પણ સરકારી બાબુઓ દ્વારા આજદિન સુધી તેમનાં વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી વિકાસની આંધળી દોટમા આ ભૂમાફિયાઓ પર્યાવરણની ઘોર ખોદી રહ્યા છે.

વિકટર બંદરે શરું થઈ રહેલી રો-રો ફેરી સર્વિસની કંપની ઓમ્ સાંઈ નેવિગેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પણ મેન્ગ્રુવના વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢવામાં આવ્યું હતું. તે બાબત લોક સુનાવણી દરમિયાન સાંઈ કંપનીએ સ્વિકારી હતી.  કંપની દ્વારા બાંયધરી આપવામાં આવી હતી કે તેમની કંપની દર વર્ષે મેન્ગ્રુવના વૃક્ષોનું વાવેતર કરશે.  તેમજ કંપનીના દ્વારા કરવામાં આવતા ડ્રેજિંગના કારણે વિકટર માં પૂરના ખતરો વધી શકે તેમ છે તેનાં માટે કંપની દ્વારા પૂર સંરક્ષણ દિવાલ બનાવશે. પર્યાવરણ વિભાગ દ્વારા વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.

છતાં મેન્ગ્રુવના વૃક્ષોના નિકંદનના કારણે ચોમાસામાં લેવર ક્વાર્ટર વિસ્તારમાં દરિયાઈ પાણી ઘૂસી જાય છે. બોરના પાણી ખારા થઈ રહ્યા છે. ફળદ્રુપ જમીનમા ક્ષારનું પ્રમાણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ખેતી નષ્ટ થઈ રહી છે.
વિક્ટરના અજયભાઈ શિયાળ પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ગુજરીયા, ભાણાભાઈ ગુજરીયા, ચકુરભાઈ ગુજરીયા, કનુભાઈ ગુજરીયા, આતુભાઇ સાખટ, તથા આંદોલનકારી અશોકભાઈ ભાલિયા હિતેશભાઈ વાળા દિવ્યેશ ભાઈ ચાવડા જગદીશભાઈ મિત બારોટ મહર્ષિ સોની કુંજન રાઠોડ સહિતના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. છતાં કોઈ પગલાં લેવાયા નથી.