રાજયની જુદી જુદી સ્કૂલોમા માહિતી અધિકારી હેઠળ થતી અરજીઓ પૈકી પ્રથમ અરજી કયા કરવી તે અંગે ભારે અવઢવભરી સ્થિતિ જોવા મળતી હતી. અત્યાર સુધીમાં સ્કૂલ દ્વારા કોઇપણ એક વ્યકિતની સત્તામંડળ તરીકે નિયુક્તિ કરવામાં આવતી હતી. પરંતુ આ નિયુક્તિ પછી પણ કોઇ પ્રશ્નોના ઉકેલ આવતા નહોતા. જેના કારણે હવે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા માહિતી અધિકારી તરીકે જે તે સ્કૂલના આચાર્યની જ નિયુક્તિ કરી દેવાનુ નક્કી કરાયુ છે.
સ્કૂલોમાં માહિતી અધિકારી હેઠળ વાલીઓ કે અન્ય લાગતાં-વળગતાંઓ દ્વારા અરજીઓ કરવામા આવતી હોય છે. હાલની વ્યવસ્થા પ્રમાણે શાળા દ્વારા કોઇપણ એક વ્યકિતને ઓથોરિટી તરીકે નિયુકિત કરી દેવામાં આવતી હતી. માહિતી અધિકારી અંતર્ગત અરજી કરનારે આ ઓથોરિટી પાસે જવુ પડતુ હતુ. જોકે, આ વ્યવસ્થા કર્યા પણ પ્રશ્નોના ઉકેલ આવવાના બદલે સમસ્યાઓ વધતી રહી હતી. જેના કારણે હવે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા એવો આદેશ કરાયો છે કે, જે તે સ્કૂલના આચાર્યને જ જાહેર માહિતી અધિકારી તરીકે ફરજ બજાવવાની રહેશે. અગાઉ જે ઓર્ડર કરાયો હતો તેને રદ કરવામાં આવે છે. અને માહિતી અધિકારી અંતર્ગત કોઇ વ્યક્તિને વ્યવસ્થિત માહિતી મળી નથી તેવુ લાગે તો તે સૌથી પહેલી અપિલ જે તે શાળાના આચાર્ય સમક્ષ જ કરી શકશે.
આ ઉપરાંત જો તેમાં સંતોષ ન થાય તો પછી જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ અરજી કરવાની રહેશે. આ અંગેનો પરિપત્ર પણ કચેરી દ્વરાા જાહેર કરી દેવામાં આવ્યો છે.