દલિતો પરના અત્યાચારના કેસમાં માત્ર 3.78 ટકાને જ સજા, બાકી બધા નિર્દોશ

અનુસૂચિત જાતિ અત્યાચારનાં બનાવોમાં એટ્રોસીટી કાયદા પ્રમાણે દલિતોને અપાતી સહાય. વિધાનસભામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઉઠાવેલાં ગંભીર પ્રશ્ન અંગે ભાજપ સરકારે આપેલા જવાબો સમજવા જેવા છે. જેમાં ગુનો નોંધાય છે માં માત્ર 3.78 ટકા કેસમાં જ સજા થાય છે. મેવાણીએ કહ્યું હતું કે રાજ્યના 1589 ગામોમાં આભડછેટ થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની આભડછેટ દૂર કરવા કોઈ કાર્યવાહી થતી નથી. આ ઉપરાંત ઉનાકાંડ બાદ રાજ્ય સરકારે જે જાહેરાત કરી હતી તેનો અમલ કર્યો નથી. ગટર સાફ કરનારને ગટરમાં ઉતરવું પડે નહીં, તેવી ટેક્નોલોજી અપનાવવી જોઈએ. વિનુ પરમારના આત્મવિલોપનનો પ્રશ્ન હોય કે થાનગઢની તપાસ સરકાર તેનો અહેવાલ કેમ જાહેર કરતી નથી. પ્રજાના પૈસાનો ખર્ચ થાય છે પણ તેવી વિગત પ્રજા સામે મૂકવામાં આવતી નથી. થાનગઢ તપાસ પંચના અહેવાલમાં એવું શું છે કે સરકાર છૂપાવવા માંગે છે.

52 કરોડ રૂપિયા બે વર્ષમાં અત્યાચારના કિસ્સાઓમાં સહાય ચુકવવામાં આવી છે.

3.78 ટકા કેસમાં સજા બે વર્ષમાં થઈ છે.

10થી 50 હજાર સુધી અત્યાચારના ગુન્હામાં સહાય.

43 ખાસ અદાલત, 16 સ્પેશ્યલ એક્સ્લયુઝીવ કોર્ટ અને 27 ડેઝીગ્નેટેડ સ્પેશ્યલ કોર્ટ

33 સરકારી વકીલો, 16 વિશિષ્ટ સરકારી વકીલો 17 ખાસ સરકારી વકીલો

1 પોલીસ મહાનિર્દેશકની કચેરી ખાતે અધિક પોલીસ મહાનિર્દેશકની આગેવાની હેઠળ ખાસ સેલ

1 મુખ્યમંત્રીનાં અધ્યક્ષપદે સમિતિ જેમાં વિરોધ પક્ષનાં નેતા સભ્ય તરીકે હોય છે.

42 હજાર લોકોને 64 હજાર હેક્ટર સાંથણીની જમીન દલિતોને આપી છે.

6 હજાર લોકોને શહેરી જમીન ટોચ મર્યાદાની 20 હજાર હેક્ટર જમીન આપી છે.

2589 ગામોમાં આભડછેડ થતી હોવાનો સેપ્ટનો અહેવાલ છતાં સરકાર કરે છે તે સાચું નથી.

1 અગ્રસચિવની સામાજિક ન્યાય અને અધિકારીતામાં નોડલ ઓફીસર તરીકે નિમણૂંક, તેના અંદર એક સમિતિ

33 જીલ્લામાં નિવાસી અધિક કલેક્ટરની ખાસ અધિકારી તરીકે નિમણૂંક

75 હજાર સુધી વકીલની ફી અદાલતમાં કેસ લડવા ચૂકવાય છે, 2013થી અત્યાર સુધી 63 લાભાર્થીઓને રૂા.9.65 લાખની સહાય ચુકવેલી છે.

થાનગઢ અત્યાચાર કેસ

અહેવાલ સરકારની વિચારણા હેઠળ છે

43 આરોપીની ધરપકડ

41 લાખની 8 અસરગ્રસ્તોને સહાય બધી મળીને સહાય આ પ્રમાણે છે

12.50 લાખની સહાય રૂ.12.50 લાખ મુખ્યમંત્રી રાહત ફંડ માંથી

4 કુટુંબોને થાનગઢ નગરપાલિકા દ્વારા 100 ચો.વારનાં પ્લોટ

3 એકર જમીન જામવાડી ગામે 4 અસરગ્રસ્ત કુટુંબને

9 લાખ ડો.આંબેડકર ફાઉન્ડેશન, નવી દિલ્હી દ્વારા સહાય

50 હજાર અકસ્માત વિદ્યાદીપ યોજના હેઠળ સહાય

2 લાખ જુથ અકસ્માત વિમા યોજનામાં સહાય

5.52 લાખ અનુ.જાતિ વિકાસ નિગમ દ્વારા સીધી ધિરાણ યોજના હેઠળ

8.70 લાખ અનુ.જાતિ, જનજાતિ અત્યાચાર ધારા હેઠળ સહાય

38 હજાર મહિને પેન્શન, નિભાવ ભથ્થુ, મરણોત્તર સહાય, વિધવા સહાય અને રાષ્ટ્રીય સામાજીક સહાય

1.80 લાખ મકાન બનાવવા માટે ડો.આંબેડકર આવાસ યોજના નીચે સહાય

1  સીટની રચના કરવામાં આવી છે.

ઉના બનાવમાં સહાય

1.50 લાખની રોકડ સહાય

2.15 લાખની માસિક પેન્શન યોજના નીચે પોસ્ટ ઓફીસ સહાય

5 લાખ ડો.આંબેડકર ફાઉન્ડેશન, નવી દિલ્હી તરફથી

45 હજાર કુટુંબને અન્ય રોકડ સહાય

21  હજાર અન્ન સહાય

43 હજાર હિજરત માટે સહાય

25 હજાર ખાનગી વકીલ માટે સહાય

40 હજાર દેલવાડા ગામે બે હંગામી શેડનાં બાંધકામ માટે

2 પ્લોટ દેલવાડા ગામે રેસીડેન્સીયલ

5.33 એકર દેલવાડા ગામે ખેતી માટે જમીન

3 લાખ દેલવાડા ગામે મકાન બાંધવા માટે સહાય, કુટુંબ દીઠ રૂ.૭૫ હજાર

9.55 લાખ દેલવાડા ગામે જમીન સમથળ કરવા માટે

ભાનુભાઇ વણકરના આત્મવિલોપન કેસ

ભાનુભાઇ વણકરને એવોર્ડ આપવાની ફક્ત એક જ બાબત સરકારની વિચારણા હેઠળ છે.