દહેજ કેમીકલ ટર્મીનલ  માટે રૂ. ૧પ૦૦ કરોડના રોકાણ માટે રોયલ વોપકના  MoU

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઊદ્યોગ પેટ્રોકેમીકલ્સ વિભાગ અને પ્રતિષ્ઠિત ટેન્ક ઉત્પાદક કંપની રોયલ વોપક વચ્ચે દહેજમાં રૂ. ૧પ૦૦ કરોડના પ્રોજેકટ માટેના MoU કરવામાં આવ્યા હતા.

દહેજ PCPIRમાં કેમીકલ્સ ટર્મીનલ ખાતે પોતાનો પ્લાન્ટ રોયલ વોપક સ્થાપશે.

આ MoU ઉપર મુખ્યમંત્રીના અગ્ર સચિવ અને ઊદ્યોગ અગ્ર સચિવ એમ. કે. દાસ તેમજ રોયલ વોપકના મેનેજિંગ ડિરેકટર દિપક ગજાનન દલવીએ હસ્તાક્ષર કર્યા હતા.

આ વેળાએ મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, ઊદ્યોગ કમિશનર મમતા વર્મા ઉપસ્થિત રહ્યા હતા.