દાડમની ખેતી ગયા વર્ષ સુધી નફાકારક હતી. આ વર્ષે દાડમના ભાવ હવે તૂટી ગયા બાદ હવે તેમાં મુંડા નામની જીવાત પડી જતાં દાડમ સુકાવા લાગ્યો છે. 5000 હજાર હેક્ટર વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લામાં દાડમ પર જોખમ આવી ગયું છે. બનાસકાંઠા જિલ્લાંમાં 6,800 હેક્ટરના વાવેતર થાય છે. જેમાં લાખણી તાલુકામાં 5000 હેક્ટર દાડમ ઉગાડવામાં આવ્યા છે. તેના ઉપર આફત આવી પડી છે. તેથી દાડમનું ઉત્પાદન ઘટી જશે. 2015માં અહીં ભયંકર પૂર આવ્યું હતું જેમાં હજારો હેક્ટર દાડમના બગીચા ધોવાઈ ગયા હતા. હવે કુદરતે બીજી થપાટ મારી છે.
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાનો ખેતીનો મુખ્ય પાક દાડમ છે. દાડમના થડ પાસેથી છોડના મૂળને ખાઈ જાય છે. આ ડોળ (ઇયળ) દાડમના મોટા ભાગના ખેતરોમાં જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં લગભગ 70% ટકા વિસ્તારમાં દાડમની ખેતી થાય છે. દાડમમાં સુકારાના રોગને સાથે સાથે ડોળ દેખાતાં દાડમનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. સામાન્ય રીતે ડોળ મગફળીના પાકમાં વધુ જોવા મળે છે. દાડમમાં ડોળ (ઇયળ)નો ઉપદ્રવ થાય તો 10 લીટર પાણીમાં 20 મિલી જેટલી ફ્લોરપાયરીફોસ દવાનુ મિશ્રણ કરી દાડમના થડમાં રેડીને ડોળને નિયંત્રિત કરી શકાય છે.
પહેલા ભાવનો માર હવે દુતરતનો માર
બજારમાં છુટક રૂ.120 સુધી દાડમ મળે છે પણ ગુજરાતમાં જ્યાં સૌથી વધું દાડમ પાકે છે તે 23 ઓગસ્ટ 2018માં કચ્છમાં દાડમમા ભાવ એક કિલોના રૂ.15 થઈ ગયા છે. ગુજરાતમાં પણ આવી જ સ્થિતી છે. ગુજરાતમાં 24,000 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં 3.50 થી 3.45 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની ધારણા છે. દેશની સરખામણીએ 11 ટકા હિસ્સો ગુજરાતનો છે.
કચ્છમાં પણ સુકારો
કચ્છ એક એવો જિલ્લો છે કે જ્યાં રાજ્યનું સૌથી વધું દાડમનું વાવેતર અને ઉત્પાદન થાય છે. આ વર્ષે 8,023 હેક્ટર વાવેતરનો અંદાજ છે અને ઉત્પાદન 1.25થી 1.30 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે. બીજા નંબર પર બનાસકાંઠા જિલ્લો આવે છે. જ્યાં 6,800 હેક્ટરના વાવેતરનો અંદાજ છે અને ઉત્પાદન 1.08થી 1.12 લાખ ટન જેવું થવાની ધારણા છે. આ બન્ને જિલ્લાની સામે કોઈ ટકી શકે તેમ નથી. મોટા ભાગના જિલ્લાઓમાં 500 હેક્ટર વાવેતર જોવા મળે છે. ત્યાં પ્રથમ વરસાદથી જ ઈયળ દેખાતી હતી અને હવે ખેતરો ભેરવી રહી છે. કચ્છમાં 2014-15માં 3337 હેક્ટર વિસ્તારમાં 46,718 મેટ્રિક ટન દાડમનું ઉત્પાદન થયું હતું, જે 2012-13 કરતાં ડબલ છે. આ વર્ષે ઉત્પાદન ઘટશે. કચ્છના સારા ખેડૂતો એકરે રૂા.15,77,950ના દાડમ પકાવે છે.
એ પ્લસ કવોલિટીના દાડમની નીકાસ રશિયા, દુબઈ, સાઉદી અરેબીયા, ઓસ્ટ્રેલિયા સહીતના દેશોમાં થઈ હતી.