મરચાની ખેતીમાં 3 વર્ષથી માલામાલ, છતાં ગુજરાતના ખેડૂતો ભારતમાં પછાત, ચોમાસામાં 25 ટકા વાવેતર વધશે

मिर्च CHILLI
मिर्च CHILLI

Chilli farming best for 3 years, yet Gujarat lag behind in India and the world, planting increase 25%

ગાંધીનગર, 6 એપ્રિલ 2021

ગુજરાતમાં સૂકા મરચા માટે ખેતીમાં છેલ્લાં 3 વર્ષથી પૈસા કમાવાનું શ્રેષ્ઠ સાધન બની ગયું છે. મોટા ખેતરો ધરાવતાં મરચાના ખેડૂતો લાખોપતિ થઈ ગયા છે. તેથી આ ચોમાસામાં મરચાનું વાવેતર 25 ટકા વધે એવી ખેડૂતો તૈયારી કરી રહ્યાં છે.

2020માં 22 હજાર હેક્ટર વાવેતર થયા હતા. જે 2021માં 25થી 28 હજાર હેક્ટરમાં વાવેતર થાય એવી શક્યતા ખેડૂતો તરફથી બતાવવામાં આવી રહી છે.

ગોંડલમાં ખેડૂતોને એક વીઘા દીઠ રૂપિયા 1 લાખથી રૂપિયા 1.25 લાખનું વેચાણ થયું હતું. સારા ભાવ મળતાં વાવેતર વધતાં ભાવ નીચા આવશે. ભારતના બીજા રાજ્યોના ખેડૂતોની સરખામણીએ ગુજરાતના ખેડૂતો ઉત્પાદન મેળવવામાં પછાત છે.

ભારતની સરેરાશ ઉત્પાદકતા 2400 કિલોની છે. ગુજરાતના ખેડૂતો 1900-2000 કિલો ઉત્પાદન એક હેક્ટરે કરે છે. આમ એક હેક્ટરે ગુજરાતના ખેડૂતોને 500 કિલોની ખોટ જતી હોવા છતાં 3 વર્ષથી ખેડૂતો માલામાલ થઈ ગયા છે.

ભારતમાં હિસ્સો

ભારતમાં મરચાંનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય આંધ્રપ્રદેશ 26% સાથે આગળ છે. મહારાષ્ટ્ર 15%, કર્ણાટક 11%, ઓરિસ્સા 11%, મધ્યપ્રદેશ 7%, ગુજરાત 2% અને બીજા રાજ્યો 20% ઉત્પાદન ધરાવે છે.

વિશ્વમાં ગુજરાતના ખેડૂતો

વિશ્વમાં ચીનના ખેડૂતો 6820 કિલો મરચા હેક્ટરે પેદા કરે છે. જે વિશ્વમાં સૌથી વધું છે. ગુજરાત કરતાં પાકિસ્તાનના ખેડૂતો વધું મરચા પેદા કરે છે. આંધ્ર પ્રદેશના ખેડૂતો 2017 પ્રમાણે હેક્ટર દીઠ 4580 કિલો મરચા પેદા કર્યા હતા.

આમ ગુજરાતના ખેડૂતો વિશ્વ કક્ષાએ અને ભારત કક્ષાએ અત્યંત પાછળ છે. ગુજરાતના ખેડૂતોને સારા બિયારણ આપવામાં 4 કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓ સદંતર નિષ્ફળ રહ્યાં છે. ગુજરાતના ખેડૂતોએ દેશના ખેડૂતો સામે ટકી રહેવું હોય તો આંધ્ર પ્રદેશનું બિયારણ લાવીને ઉગાડવું જોઈએ.

ગોંડલના ખેડૂતોની શ્રેષ્ઠ ઉત્પાદકતા

ઉત્પાદકતામાં ગોંડલના ખેડૂતો દેશની સરેરાશ સાથે ટોચ પર છે. 2380 કિલો એક હેક્ટરે પેદા કરે છે. કારણ કે ગોંડલના દેશી મરચાને તિલાંજલી આપી દેવામાં આવી છે. ગોંડલમાં હવે હાઈબ્રિડ મરચા પકવે છે. તેથી ગુજરાતમાં ઉત્પાદકતા મેળવવામાં પ્રથમ ક્રમે છે.

બીજા ક્રમે અમરેલી મરચાના ઉત્પાદનમાં આવે છે. જ્યાં 2250 કિલો મરચું ખેડૂતો એક હેક્ટરે પેદા કરે છે. કડી-કલોલ મરચાની ઉત્પાદકતામાં ત્રીજા નંબર પર છે. જેનું મરચું દેશભરમાં જાય છે.

300 કરોડના મરચા

ગુજરાતમાં 50 હજાર જેટલાં ખેડૂતો વર્ષે રૂપિયા 200-300 કરોડનું મરચું પેદા કરે છે. જેમાં હજારો ખેડૂતો સારા નાણાં કમાયા છે.

જોકે શાકભાજીમાં વપરાતા લીલા મરચા સાથે કુલ ઉત્પાદન તો ઘણું વધારે થાય છે. સૂકા મરચા માટે ખેડૂતોએ 5 મહિના મહેનત કરવી પડે છે. 20 કિલો સૂકા મરચામાંથી 3 કિલો લાલા મરચા બને છે. જેનો પાઉડર બનાવીને ઉદ્યોગપતિઓ વેચે છે.

ગોંડલના ખેડૂતો

ગોંડલમાં ઉત્પાદકતા વધું મળતી હોવા પાછળ નવા બિયાણો છે. જેમાં રેશમપટ્ટા, રેવા, શાનિયા, 220, 035, 735 જાતોનું વાવેતર થાય છે. અહીંના એપીએમસી બજારમાં રોજની 2500 ભારીના સોદા થાય છે. જે ગુજરાત અને ગુજરાત બહારના વેપારીઓ લઈ જાય છે. ગુજરાતના કુલ ઉત્પાદનમાં ગોંડલનું મરચું 9 ટકા હિસ્સો ધરાવે છે.

રોજનું 2500 ભારીનું વેચાણ થાય છે. કુલ 1100-1200 ટન મરચા ગોંડલમાં પાકે છે. ગુજરાત બહારના વેપારીઓ આવે છે. તેઓ ચોખ્ખા મરચાનો પાઉડર કરવાના બદલે તેમાં ડીંડલા, પાન ભેળવીને ધંધો કરી લે છે. વળી ગુજરાતમાં મરચામાં કુકડનો વાયરસ રોગ આવે ત્યારે ખેડૂતો બેફામ દવા છાંટે છે. તેથી નિકાસમાં નમુના નિષ્ફળ જાય છે.

ગોંડલમાં રેશમ પટ્ટા 42507 ક્વિન્ટલ, ઘોલર 10208 ક્વિન્ટલ ઉત્પાદન થાય છે. હવે કાશ્મિરી મરચું ઉગાડવાની શરૂઆત થાય છે. 2021માં કાશ્મિરી મરચાની સારી આવક થઈ હતી.

ગુજરાતમાં સુકા મરચાલું વાવેતર હેક્ટર અને ઉત્પાદન ટનમાં છે
2019-20મરચાનુંહેક્ટરેશ્રેષ્ઠ
ખેતીનીમરચાનુંઉત્પાદનઉત્પાદકતાઉત્પાદકતા
જિલ્લોકૂલ જમીનવાવેતર2019-20કિલોક્રમ
સુરત251300981451479
નર્મદા11300014201428
ભરૂચ3149003866951800
ડાંગ5650029371275
નવસારી10680000
વલસાડ164300901401555
તાપી149100120521091750
દક્ષિણ ગુ.1663700182231461726
અમદાવાદ4874002545051988
અણંદ18380000
ખેડા28350030501666
પંચમહાલ176200725150820806
દાહોદ223600130523751820
વડોદરા3047001202161800
મહિસાગર122400580124721504
છોટાઉદેપુર206600801521900
મધ્ય ગુ.1988200309460541955
બનાસકાંઠા69160060011401900
પાટણ36040000
મહેસાણા3481001380276020008
સાબરકાંઠા27160037611648
ગાંધીનગર1602005011022003કડી કલોક
અરાવલી20270030561866
ઉત્તર ગુજ.2034600209741271968
કચ્છ733500771501848
સુરેન્દ્રનગર6210001118223620009
રાજકોટ536300820195223801ગોંડલ
જામનગર3662005611821075
પોરબંદર11090000
જૂનાગઢ3587003004861620
અમરેલી53820039789322502અમરેલી
ભાવનગર4547003616061678
મોરબી3470001202221850
બોટાદ19970032567320707
સોમનાથ21700000
દ્વારકા2296007121388191910
સૌરાષ્ટ્ર3979300420985742037
ગુજરાત કૂલ989150011299220511951
ભારત73300017640002406
સ્ત્રોત – ગુજરાત સરકારનો કૃષિ વિભાગ
કૃષિ વિભાગના અધિકારીઓએ ખેતરમાં જઈને આ સરવે કરેલો નથી
પાકિસ્તાન650001500002310
થાઈલેન્ડ700001560002230
ચીન440003000006820
વિશ્વ202000037621321860
આધ્રપ્રદેશવર્ષ 20171313006020004580
તેલંગણાવર્ષ 2017789002798003550
મધ્ય પ્રદેશવર્ષ 201754400936001720
ગુજરાતવર્ષ 201743400685001580