ગુજરાતની સરહદે આવેલા દાદરા-નગર હવેલી (દાનહ)ની લોકસભાની ચૂંટણી માટે અત્યાર સુધી છ મુદતથી સાંસદ રહેલા મોહન ડેલકરે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસ સાથે છેડો ફાડી મોહન ડેલકરે અપક્ષ ઉમેદવારી નોંધાવતા આ જંગ રોમાંચક બની રહેશે. કેન્દ્ર સાથે દાદરા નગર હવેલી હવેલીમાં આદિવાસી સમાજનું પ્રભુત્વ રહ્યું છે.
બેઠક સામાન્ય હોવા છતાં અહીં આદિવાસી સમાજના જ ઉમેદવારો લોકસભાની ચૂંટણી જીતતા આવ્યા છે. 2.40 લાખ મતદારો ધરાવતી બેઠક માટે ભાજપે નટુભાઇ પટેલ ત્રીજી વખત ઉમેદવાર બનાવ્યા છે. ભાજપના ઉમેદવાર હાથે પરાજયનો સ્વાદ ચાખનાર દાદરા નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ મોહન ડેલકરે હાલમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અપક્ષ તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
અગાઉ તેઓ 6 વખત સાંસદ રહ્યા છે. જેમાં 1989 વર્ષમાં તેઓ અપક્ષ તરીકે પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. બાદમાં કોંગ્રેસ પક્ષમાં જોડાઈને 1991 અને 1996ની ચૂંટણી કોંગ્રેસમાંથી જીત્યા હતા. 1998માં મોહન ડેલકર કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. લોકસભાની ચૂંટણી ભાજપ ના બેનર જીતી સાંસદ બન્યા હતા.1999ની ચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ નહીં ફાળવતા તેઓ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી વિજેતા બન્યા હતા.
2004ના વર્ષમાં તેઓએ પોતાની ભારતીય નવશક્તિ પાર્ટીના બેનર ચૂંટણી ઝંપલાવી સાંસદ બન્યા હતા. પાછળથી તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા હતા. 2009ના લોકસભાની ચૂંટણીમાં તેમનાજ એક વખતના સાથીર ભાજપના નટુ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હાર્યા હતા.
2014ની ચૂંટણીમાં 6214 મતથી હારી ગયા હતા.
પોતાના સમર્થકોની સાથે રેલી કાઢી સેલવાસ કલેકટર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભાજપ માટે આ બેઠક સરળ નથી. ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય નેતા કિસાન પાંખના નેતા અંકિતા પટેલ ટિકિટ નહીં મળતા તેમને પક્ષમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે.
કોંગ્રેસ પક્ષે મજબુત આદિવાસી યુવાને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. આમ આ ચૂંટણી સાંસદ નટુભાઇ પટેલ અપક્ષ ઉમેદવાર એવા મોહનભાઈ દિનકર તેમજ અંકિતા બેન પટેલ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ હોવાથી આ લોકસભાની ચૂંટણી અતિ રોમાંચક બની રહેશે. ચોપાંખીયો જંગ નક્કી છે.