દામનગર તા.રપ
શહેરના ઢસા ગારીયાધાર રોડ પર નવા જ બનેલા નાલા બંને છેડેથી એક એક ફુટ નીચે બેસી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. તકલીફો એવી છે કે વાહનોનું નુકશાનની સાથોસાથ વાહનચાલકોના કમરના મણકા પણ તુટી જાય તેવી સ્થિતિ સર્જાય છે. અત્યારે તો આ નાલા દેખાવમાં દાદરા જેવા લાગે છે. શહેરના રાજય ધોરીમાર્ગ પરજ આવા નબળા કામથી લોકોમાં સરકારના બાંધકામ ખાતા પ્રત્યે રોષની લાગણી જોવા મળે છે. કરોડોના ખર્ચે બનેલા આ નાલાની હાલત સુધારવા રાજયના બાંધકામ ખાતાના અધિકારીઓ આળસ ખંખેરી તાકીદે નાલા રીપેર કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.
ગુજરાતી
English


