દારૂની હેરાફેરીમાં 63 લાખના પાણીના RO જપ્ત

મહેસાણા, તા.૧૦

ભટારીયા ગામની સીમના ખરાબામા સાંથલ પોલીસે રેડ કરી આરઓ મશીનની નીચે છુપાવીને રાખેલ રૂ.2.68 લાખનો દારૂ ઝડપાયો હતો.સાંથલ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો હતો.

સાંથલ પોલીસ બુધવારે પેટ્રોલીંગમા દરમિયાન ભટારીયા ગામની સીમના ખરાબામાં દારૂ સંબધે મળેલી બાતમીના આધારે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે અહીથી મળી આવેલ કન્ટેનર ગાડીમાં ગોઠવેલ આરઓ મશીન નીચે તપાસ કરતા રૂ.2.68 લાખની વિદેશી દારૂની 1044 જેટલો બોટલો મળી આવી હતી. પોલીસે કન્ટેનર, 395 આરઓ મશીન કિં.63 લાખ અને દારૂ મળી કુલ રૂ.80,84,850નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાંથલ પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે પ્રોહિબીશનનો ગુનો નોંધ્યો હતો.