પૂલ ન હોવાના કારણે ગ્રામજનોને ચોમાસામાં નદી જાતે પાર કરીને જવુ પડે છે. તેથી નદીના પાણીમાં રહેલાં સાપના દંતના કારણે ગયા વર્ષે 2 લોકોના મોત થયા હતા. ડાંગના દાવદહાડ તથા ધુબડીયા ગામમાં 0% મતદાન થયું છે. ગુજરાતના એક નાના એવા ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે અને ગામના એક પણ લોકોએ બપોરે બે બગ્યા સુધીમાં એક પણ વોટ આપ્યો નથી. ગામના લોકોને પ્રાથમિક સુવિધા ન મળતા ગામના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ગામના લોકોનો રોષ ત્યાગ કરીને મતદાન કરે તે માટે સ્થાનિક નેતાઓ પણ ગામ લોકોને સમજવવા માટે ગયા હતા. ગામ લોકોએ નેતાઓની પણ વાત માની નહોતી અને ગામ લોકો પાણીના અને ગામના રસ્તાના પ્રશ્નને લઇને અડગ રહ્યા હતા અને ગામના કોઈપણ સભ્યએ મતદાન કર્યું નહતું. નાના ગામડાંના લોકોએ મતદાનનો બહિષ્કાર કરીને રોષ વ્યક્ત કર્યો છે. ડાંગના દાવદહાડ ગામે વર્ષોથી પુલની માંગને લઈ ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ત્યારે સવારે ૧૦ વાગ્યા સુધી અહીં એકપણ મતદારે મતદાન કર્યું નથી. ચૂંટણી બહિષ્કારની ગ્રામજનો દ્વારા અગાઉથી જ લેખિત જાણ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી. ત્યારે ચૂંટણી બહિષ્કાર થતા સરકારી તંત્ર અને રાજકીય પાર્ટીઓમાં દોડધામ મચી છે.
ભણગોરમાં એક પણ મત નથી પડ્યો
જામનગરના લાલપુર તાલુકાના ભણગોર ગામે લોકોએ મતદાનનો બહિષ્કાર કરાયો છે. ગામના પડતર પ્રશ્નોને લઈને ગામના લોકોએ બહિષ્કાર કર્યો છે. જેને પગલે મતદાન શરૂ થયાના ત્રણ કલાક બાદ પણ ભણગોર ગામમાં એક પણ મત નથી પડ્યો.
રાપરના નાંદા ગામે મતદાન બહિષ્કાર કરાયો હતો.
315 લોકોએ સામુહિક મતદાન બહિષ્કાર કર્યો
નર્મદા જિલ્લાના 315 ગામો અને ડાંગના 4 ગામોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. સ્વતંત્ર ગ્રામ પંચાયતની માંગણી ન સંતોષાવાને કારણે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.
ડાંગ જિલ્લાના દાવદહાડ, ચિકાર, ઘુબડીયા, અને ચૌક્યા ગામમાં બિસ્માર રસ્તા, નદી પર કોઝવે, પુલ નહીં બનાવવાને કારણે ભારે હાલાકી પડતી હોવાથી તેના વિરોધમાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો. દાવદહાડ ગામે મતદાન થયું નહોતું અને ચિકાર ગામે ફક્ત બે જ મત પડયા હતા. નવસારીના આસુંદર ગામના 300 આદિવાસીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. ચોમાસામાં પાણી ભરાવા સહિતની સમસ્યાને કારણે ગ્રામજનો ત્રસ્ત હોવાથી તેઓ મતદાનથી અળગા રહ્યા હતા.
ધનસુરાના કોલવડામાં સિંચાઈના પ્રશ્ને લોકોએ બહિષ્કાર કર્યો હતો અને સાંજે 4 વાગ્યા સુધી ફક્ત 3 ટકા જ મતદાન થયું હતું.
જુનાગઢમાં પણ બહિષ્કાર
જુનાગઢના ખાખરા હડતિયા ગામે પ્રાથમિક શાળા, પાણી, રસ્તાના પ્રશ્ને રહીશોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જામનગરના લાલપુરમાં પાણી, પાક વીમાં જમીન સંપાદનની સમસ્યા, વગેરે મુદ્દે ગ્રામજનોએ ચૂંટણીના બહિષ્કાર કર્યો હતો અને લાલપરમાં એક પણ મત પડયો નહોતો. પોરબંદર, ગોસાબારામાં 300 જેટલા માછીમારોએ કર્લી જળાશયમાં માછીમારી પર મૂકેલા પ્રતિબંધના વિરોધમાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો. પાલનપુરના ૫૦ ક્વાર્ટર વિજય હનુમાન વિસ્તારના રહીશો પાકા રસ્તાની સુવિધા ન હોવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. મોડાસાના સબલપુર- ૨માં ગ્રામજનોએ પણ રસ્તાની માંગણી સાથે મતદાનથી અળગા રહ્યા હતા. જોકે, અધિકારીઓ અને અગ્રણીઓન સમજાવટ પછી તેમણે મતદાન કર્યું હતું.