દાહોદમાં ભાજપે કોંગ્રેસના પક્ષપલટુઓનું સ્વાગત કર્યું

ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પક્ષપલ્ટો કરી રહ્યાં છે. દાહોદમાં ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસનાં 500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમા જોડાયા હતા.  વર્તમાન સાંસદ અને ભાજપના દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંત સિંહ ભાભોર, ગુજરાત રાજયના મંત્રી બચૂભાઇ ખાબડ, ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારા, મહીસાગર ભાજપ જિલ્લા પ્રમુખ જે.પી.પટેલ, ધારાસભ્ય કુબેરભાઇ ડિંડોર સહિત ભાજપના કાર્યકર્તાઓ હતા. સાંસદ જસવંતસિંહ ભાભોર અને બચુ ભાઇ ખાબડે ભાજપનો ખેસ પહેરાવીને કાર્યકર્તાઓને આવકાર અપ્યો હતો. ભાજપમાં હવે 50 ટકાથી વધું કાર્યકરો અને નેતાઓ કોંગ્રેસના થઈ ગયા છે.