દિલીપ સંઘાણીએ ગુજકોમાસોલમાં ઉમેદવારી કરી, લોકસભામાં નહીં

ખાતર ઉત્‍પાદનમાં મોખરાનું સ્‍થાન ધરાવતી સહકારી સંસ્‍થા ઈફકોની ચૂંટણી જાહેર થતા ડેલીગેટસ તરીકે ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપ સંઘાણીએ ઉમેદવારી નોંધાવી છે. ગ્રામ્‍ય ઉત્‍થાન અને વિકાસમાં સહકારી પ્રવૃતિની સક્રિયતા કામ આવશે. તેઓ લોકસભામાં અમરેલીથી ઉમેદવારી કરવાના બદલે હવે સહકારી સંસ્થામાં ઉમેદવારી કરી છે.

સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેન તથા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ દિપકભાઈ માલાણીની દેશની સહકારી સંસ્‍થા ઈફકોના ડેલીગેટ તરીકે બિનહરીફ નિમણૂંક કરવામાં આવેલી છે. દિપકભાઈ વર્ષોથી ખરીદ વેચાણ સંઘ, માર્કેટયાર્ડ તેમજ ખેડૂતો સાથે સંકળાયેલા છે.