મહેસાણા, તા.૩૧
શક્તિપીઠ બહુચરાજીમાં દિવાળીના તહેવારોમાં માતાજીના દર્શનને લઇને વહેલી સવારથી જ ભકતોની લાંબી કતારો લાગી છે. ‘બોલ મારી બહુચર, જય જય બહુચર’ના જયઘોષથી મંદિર પરિસર સતત ગૂંજતું રહે છે. દિવાળીથી કારતક સુદ ત્રીજ સુધીમાં અંદાજે ચાર લાખથી પણ વધુ માઇભક્તોએ મા બહુચરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યાત્રિકોને દર્શનમાં તકલીફ ના પડે તે માટે દર્શનાર્થી ભાઈઓ અને બહેનોની અલગ અલગ લાઈનની વ્યવસ્થા કરાઈ છે. જો કે, હાઇવે ઉપર વાહનોની લાંબી કતારોથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.