દિવાળી દરમિયાન ૧.૨૯ લાખ મુલાકાતીઓએ કાંકરીયા લેકફ્રન્ટની મજા માણી

અમદાવાદ,તા.૩૧
શહેરના દક્ષિણઝોનમાં આવેલા કાંકરીયા લેકફ્રન્ટની દિવાળીના પર્વ દરમિયાન ૧.૨૯ લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લઈ ઝૂ,બાલવાટીકા,નોકટરનલ ઝૂ,કીડસ સિટી અને બટરફલાય પાર્કની મજા માણી હતી.દરમિયાન અમપાને રૂપિયા ૨૫ લાખથી વધુની આવક થવા પામી છે. લેકફ્રન્ટ ખાતે ૧૪ જૂલાઈના રોજ બનેલી રાઈડની દુર્ઘટના બાદ હજુ પણ મોટી રાઈડ બંધ છે,મીની ટ્રેન પણ મેઈન્ટેનન્સના અભાવે બંધ છે.કેટલીક મીની રાઈડ શરૂ કરાઈ છે.

આ અંગે મળતી માહીતી મુજબ,અમપા સંચાલિત કાંકરીયા લેકફ્રન્ટ ખાતે દિવાળીથી ભાઈબીજ સુધીના પર્વ દરમિયાન અમદાવાદ ઉપરાંત અમદાવાદ બહારથી રાજયના વિવિધ ભાગોમાંથી મુલાકાતીઓ ઉમટી પડયા હતા.જેને કારણે આ દિવસોમાં કુલ ૧.૨૯ લાખથી પણ વધુ મુલાકાતીઓએ લેકફ્રન્ટની મુલાકાત લીધી હતી.કાંકરીયા ખાતે આ વર્ષે જુલાઈની ૧૪ તારીખે રાઈડ તુટી પડવાની ઘટના બાદ લેકફ્રન્ટ ખાતે તમામ પ્રકારની રાઈડ બંધ કરી દેવામાં આવી હતી.આ સાથે જ અટલ એકસપ્રેસ અને સ્વર્ણિમ એકસપ્રેસને પાટા પરના બોલ્ટ નીકળી જતા અને પાટા પર કાટ લાગી જવાના કારણે બંધ કરાઈ હતી.

ચાર માસ બાદ સફાળા જાગેલા અમપાના તંત્રે દિવાળી પર્વ અગાઉ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કાંકરીયાલેકફ્રન્ટ ખાતે બંધ કરાયેલી રાઈડની એકટિવિટી પોલીસ મંજુરી મેળવી ફરી શરૂ કરવા બાબતે ચર્ચા કરાઈ હતી.દિવાળીથી ભાઈબીજ સુધીમાં લેકફ્રન્ટ ખાતે કેટલીક નાની રાઈડ શરૂ કરવા મંજુરી મળતા શરૂ કરાઈ છે.

લેકફ્રન્ટ આવક ઉપર એક નજર.. ૨૯ ઓકટોબરની આવક
મુલાકાતી આવક
૨૭ ઓકટોબર મુલાકાતી આવક
લેકફ્રન્ટ એન્ટ્રી ફી ૫૭૪૮ ૫૦૮૧૦ ૩૪૩૬૯ ૩૧૪૭૮૦
કીડસસિટી ૧૬૧ ૧૨૨૩૦ ૪૭૩ ૩૪૨૭૦
ઝૂ ૨૯૦૨ ૫૨૨૫૦ ૭૦૯૪ ૧૨૮૮૫૦
નોકટરનલ ઝૂ ૩૯૦૦ ૧,૭૪,૦૦૦ ૧૮૭૦૦ ૮૨૭૦૦૦
બાલવાટીકા ૧૦૮૮ ૩૧૧૧ ૫૩૬૬ ૧૫૨૭૬
બટરફલાય પાર્ક ૬૮૫ ૫૬૦૦ ૨૧૯૦ ૨૦૨૦૦

૬૮૪૬૨ ૧૩૪૦૩૭૬
કુલ ૧૪૪૮૪ ૨૯૮૦૦૧

૨૮ ઓકટોબર મુલાકાતી આવક
લેકફ્રન્ટ એન્ટ્રી ફી ૨૩૨૪૭ ૧૯૯૩૦૫
કીડસસિટી ૧૪૯ ૧૦૯૮૦
ઝૂ ૫૯૩૦ ૧૧૦૪૭૦
નોકટરનલ ઝૂ ૧૨૨૦૦ ૫૫૩૦૦૦
બાલવાટીકા ૨૭૯૩ ૮૦૨૪
બટરફલાય પાર્ક ૨૦૨૫ ૧૮૨૦
કુલ ૪૬૩૪૪ ૮૯૯૯૭૯