દિવાળી નિમિત્તે પાલિતાણા-મુંબઈની સ્પેશિયલ ટ્રેનસેવા શરૂ કરાઈ

ભાવનગર,તા:૧૬ દિવાળી નિમિત્તે લોકોના ધસારાને જોતાં પશ્ચિમ રેલવે દ્વારા પાલિતાણા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી, જે અંતર્ગત પાલિતાણા-મુંબઈ વચ્ચે દર બુધવારે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી, જેનો બુધવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ટ્રેન દ્વારા પાલિતાણાથી મુંબઈ જતા અને મુંબઈથી પાલિતાણા આવનારા પ્રવાસીઓની સુવિધામાં વધારો થયો છે.

પ્રવાસીઓના ધસારાને જોતાં આ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન બુધવારથી લોકોની સેવામાં મૂકવામાં આવી છે, જે 1 જાન્યુઆરી 2020 સુધી નિયમિત દોડશે. આ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન બુધવારે બપોરે 3:25 વાગ્યે પાલિતાણાથી ઊપડશે અને બીજા દિવસે વહેલી સવારે 5:30 વાગ્યે મુંબઈ પહોંચશે.