દિવ્યાંગ દક્ષા ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની લાંબી કુદમાં રાજ્યના પ્રથમ

બનાસકાંઠાના સરહદી તાલુકા મથક અમીરગઢ નજીકના જેથી ગામની કન્યા સાક્ષરતા નિવાસી શાળાની દિવ્યાંગ વિદ્યાર્થીનીએ સ્પેશ્યલ ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની લાંબી કુદ સ્પર્ધામાં સમગ્ર રાજ્યના હરીફોને હંફાવી પ્રથમ સ્થાન મેળવ્યું છે.ગત ૨૨ મી ડિસેમ્બરે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સ્પેશ્યલ ખેલ મહાકુંભ અંતર્ગત ૧૬ વર્ષથી નાની વયના દિવ્યાંગ રમતવીરો માટે રાજ્ય કક્ષાની લાંબી કુદ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.આ સ્પર્ધામાં અમીરગઢ નજીકના જેથી ખાતે કાર્યરત કન્યા સાક્ષરતા નિવાસી શાળાની દિવ્યાંગ વિદ્યાર્થીની કુમારી દક્ષાબેન મિયાણીએ ભાગ લઈ રાજ્યભરના અન્ય દિવ્યાંગ હરીફોને હંફાવી આ સ્પર્ધામાં રાજ્ય સ્તરે પ્રથમ ક્રમ મેળવી ઝળહળતી સફળતા મેળવી હતી.રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં ચેમ્પિયન બની દક્ષાબેન મિયાણીએ અમીરગઢની કન્યા નિવાસી શાળા સહિત અમીરગઢ તાલુકો અને બનાસકાંઠા જિલ્લાનું પણ ગૌરવ વધાર્યું હોઈ શાળા પરિવારે પણ આ બાળકીની સિદ્ધિને બિરદાવી તેણીને ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ પાઠવી હતી.