આ છે ભૂપત ગિરિ (બાપુ) વન રક્ષક આમ તો બાપુ વિશે જેટલું કહીએ એટલું ઓછું.મિત્રો વર્ષો થી જામવાળા રેન્જ ની આજુ બાજુ માં નોકરી કરતા બાપુ ને જંગલ માં ઘણા જોખમ નો સામનો કરવો પડ્યો આજ સુધી માં અસંખ્ય દીપડા ને રેસ્ક્યું કર્યા ઘણા દીપડા અને સિહ ને પોતાનો જીવ જોખમ માં નાખી ને બચાવ્યા છે એ પછી કોઈ ખાડી હોય કે કૂવો બાપુ તેમાં ઉતારવા તરત તપ્તર હોય મિત્રો થોડા વર્ષ પહેલાં એક અખબારે છાપેલા સમાચાર માં ભગત નામ ના સિહ નો ઉલ્લેખ કરેલો એ સિહ આ બાપુ નો માનીતો હતો બાપુ ના એક આવાજ થી એ પાસે આવી જતો જાણે પાલતુ પ્રાણી હોય ભગત આમ તો શાંત સવભાવ નો સિહ હતો પણ જયારે બીમાર પડ્યો ત્યારે કોઈ ના કાબૂ માં ન આવે જંગલ ખાતું એને ઈલાજ માટે રેસ્ક્યુ કરવા ની બધી કોશિશ કરી લીધી ઇન્જે્શન થી રેસ્ક્યું ના કરી શકાય એવી હાલત હોય તો છેલ્લે કંટાળી ને કોઈ એ કીધું બાપુ ને બોલાવો એના સિવાય આ સિહ કાબૂ માં નહિ આવે આખરે બાપુ ને બોલાવ્યા અને મિત્રો માનશો નહિ જાણે કોઈ જીવ ની આખરી ઈચ્છા હોય કે હું મારા પ્રિય ને જોઈ ને દુનિયા છોડી જવા માંગુ છું એમ આ સિહ બાપુ ને જોઈ ને તરત જ પોતાનું મસ્તક ઢાળી દીધું હતું જંગલ ખાતા ને જયારે બાપુ એ ભીની આખો એ કીધું કે હવે ભગત એ જીવ છોડી દીધો છે તો જંગલ ખાતા એ બાપુ ને કીધું શું બાપુ મજાક કરો છો હમણાં તો કોઈ ના કાબૂ માં નોતો રહેતો અને તમે કો છો કે મોત ને ભેટ્યો છે તો બાપુ એ નજીક જઈ ને મોઢા પર હાથ ફેરવ્યો અને કહ્યું આવો અને જોઈ લો પછી જંગલ ખાતા વાળા એ પૂચડી ખેંચી ખાતરી કરી તો ખ્યાલ આવ્યો કે વાત સત્ય છે .આનંદી બહેન દ્વારા પણ બેસ્ટ ટ્રેકર નો અવોર્ડ પણ આપાયેલો છે અંદાજે ૩૦૦ થી વધુ દીપડા અને સિહ જેવા પ્રાણી ને જોખમ માંથી બચવેલ છે.મિત્રો આ વાત વનવગડા માં કહેવા નો મારો મુખ્ય હેતુ બીજો કશો નથી પણ આ માણસ વણવગડા નો રક્ષક છે. અને છેલ્લા ઘણા સમય થી જંગલ ખાતા ના બિનઅનુભવી અધિકારી નો ભોગ બન્યા છે કોઈ પણ જેન્યુને કારણ વગર ફરજ પર થી હટાવી દેવામાં આવ્યા ફક્ત આટલું કહ્યું કે તમે કોઈ કામ નથી કરતા તમારું કામ નથી તમે છુટ્ટા જાવ શું આ યોગ્ય છે આ ગ્રુપ માં જો કોઈ અધિકારી હોય તો રેકોર્ડ ચેક કરી શકે છે અને કોઈ બાપુ ને ઓળખતા હોય તો એના વિશે કૉમેન્ટ કરી શકે છે આવા અધિકારી ઓ ને લીધે સારા માણસ અને સિહ બન્ને આપડે ગુમાવિશું એ નક્કી છે
આ સાથે કનુભાઈ ને વિનંતી કરું છું પોસ્ટ ને અપૃવલ આપી ને આ વગડા ના સિહ ને બચાવી લે નહિ તો પેલો સિહ રોજ ની જેમ મારતો રહેશે અને આપડે જોતા રહેશું.