દીવ-દમણના ભાજપના પ્રમુખના ગુંડા પુત્રની 60 દિવસ પછી ધરપકડ

દીવ-દમણ BJP પ્રદેશ પ્રમુખ ગોપાલ ટંડેલના પુત્ર હેમરાજ ટંડેલની ગુંડાગીરી કરવા બદલ 60 દિવસ બાદ ધરપકડ કરી છે. હેમરાજ ટંડેલે ચોરીની શંકા રાખી સી-પ્રિન્સેસ હોટેલના કુકને માર મારી ઇલેક્ટ્રિક કરંટ આપીને જીવલેણ હુમલો કર્યો હતો. હેમરાજ ટંડેલ પોતાના પાવરથી ગરીબ લોકો પર રોફ જમાવતો ફરતો હતો.

મૂળ બિહારના બેહડ જંઝાડ થાના, મેઘપુર પોસ્ટ, મધુબની બિહારના રહીશ અને હાલ દમણની સી-પ્રિન્સેસ હોટલમાં કૂક તરીકે દોઢ વર્ષથી નોકરી કરતો 18 વર્ષીય મુકેશ સતન મલિક  26 ફેબ્રુઆરી 2019માં સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન મુકેશના મોબાઈલ નંબર પર ફોન કરવામાં આવે છે અને તેને સી-પ્રિન્સેસ હોટલ પર કોઈ મળવા આવ્યું હોવાનું જણાવવામાં આવે છે. હોટલ પર પહોંચતા મુકેશને ત્રણથી ચાર અજાણ્યા શખ્સો દ્વારા બળજબરીપૂર્વક બાઈક પર બેસાડી સી-વ્યૂ હોટલના સંચાલક હેમરાજ પાસે લઈ જવામાં આવે છે.

હેમરાજ અને અન્ય્ શખ્સો દ્વારા ગંદી ગાળો બોલવામાં આવી હતી અને ત્યાર બાદ ઢીક્કા-મુક્કાનો માર મારવામાં આવ્યો હતો. આ લોકોએ મુકેશ પર ચોરીનો આળ મૂક્યો હતો. ચોરી કરી ન હોવા છતાં સી-વ્યૂ હોટલના સંચાલક હેમરાજ તથા તેના સાગરિતોએ ઘાતક હથિયારો સાથે મુકેશ પર હુમલો કર્યો હતો. લોહીલૂહાણ કરી મૂક્યો હતો. આ ઉપરાંત મુકેશને ઈલેક્ટ્રીક શોક પણ આપવામાં આવ્યા હતા.

હાર્ડિસ વિલા હોટલના માલિક હાર્દિક ત્યાં આવી પહોંચતા મુકેશને લોહી નીતરતી હાલતમાં મરવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હેમરાજ પાસે રાજકીય વગ હોવાથી પોલીસ પણ હાથ નાંખતા ડરી રહી હતી. પરંતુ ફરીયાદી મુકેશ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત થતાં કોસ્ટલ પોલીસ સ્ટેશન કડૈયા, નાની દમણમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.