અમદાવાદ,તા:૫
ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા વિશ્વનાં રહેવાલાયક 10 શહેરોની યાદી જાહેર કરવામાં આવી, જેમાં ગુજરાતનાં કોઈ શહેરને સ્થાન મળ્યું નથી. ત્યાં સુધી કે ટોપ-10ની યાદીમાં પણ ભારતના કોઈ શહેરને સ્થાન મળ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, IIUના પાંચ માપદંડોના આધાર પર શહેરોની પસંદગી કરવામાં આવે છે, જેમાં એર પોલ્યુશન, ભ્રષ્ટાચાર, ખરાબ પ્રાથમિક સુવિધાઓ, રોજગારીનો અભાવ અને સંસ્કૃતિનું જતન કરવામાં આપણા દેશનાં શહેરો ઉણાં ઉતર્યાં છે. આ માપદંડોના ત્રાજવે ગુજરાતનું એક પણ શહેર ખરું ઉતરતું નથી, ત્યાં સુધી કે કોઈ અન્ય ભારતીય શહેર પણ ખરું ઉતરતું નથી.
આ રેન્કિંગમાં દિલ્હીની વાત કરીએ તો દિલ્હી 6 સ્થાન પાછળ ધકેલાયું છે, એટલે કે 112મા સ્થાનમાંથી 118મા સ્થાન પર આવી ગયું છે. દિલ્હીમાં પ્રદૂષણ એટલી હદે વધી ગયું છે કે શ્વાસ લેવો પણ અઘરો બની જાય છે. ઉપરાંત દિલ્હીમાં નાના અપરાધોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.
ટોપ-10 શહેરોની વાત કરીએ તો ઓસ્ટ્રિયાનું વિયેના પ્રથમ ક્રમે આવ્યું છે, ત્યાર બાદ મેલબર્ન, સિડની, ઓસાકા, કાલગરી, વેનકુવર, ટોરોન્ટો, ટોકિયો, કોપનહેગન અને એડિલેડને સ્થાન મળ્યું છે. આ સામે ન રહેવાલાયક શહેરોની યાદીમાં સીરિયાના દમાસ્કસ, નાઈજીરિયાના લાગોરી, ઢાકા, લીબિયાના ત્રિપોલી, કરાચી, પાપુઆ ન્યુગિનીના પોર્ટ મોરેસ્લી, ઝામ્બિયાના હરારે, કેમરુનના ડોલા અને અલ્જીરિયાના અલ્જીયર્સને સ્થાન અપાયું છે.