દુષ્કાળના ડાકલા, 5000 હજાર ગામોમાં કૃષિ પાક નિષ્ફળતાના આરે, 13 તાલુકામાં અછત

ગુજરાતના 13 તાલુકામાં દુષ્કાળ જાહેર કરવો પડે આવી સ્થિતી, તેની સાથે કૂલ 54 તાલુકાઓમાં પાક નિષ્ફળ ગયો હોવાથી દુષ્કાળ જાહેર કરવો પડશે. ગુજરાતમાં 33 જિલલાના 251 તાલુકા છે જેમાં 3890 ગામોમાં ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ ગયો છે. બીજા તાલુકાના ગામો ગણી લેવામાં આવે તો 18 હજાર ગામોમાંથી 5000 ગામમાં ખેડૂતો માટે અત્યંત ખરાબ સ્થિતી આવીને ઊભી છે. જેમને તાકીદે સહાય મળવી જોઈએ. પાકને જીવતો રાખવા માટે ઓછામાં ઓછો 10 ઈંચ વરસાદ પાંચ વખત પડે તો જ પાક બની શકે છે. જ્યાં 10 ઈંચ કરતાં ઓછો વરસાદ પડેલો હોય એવા પાંચ હજાર ગામો છે. તેથી ગુજરાત સરકારે તુરંત ખેડૂતો માટે સહાય જાહેર કરવી પડે તેવી સ્થિતી છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં મળેલી ચોમાસાની રીવ્યું બેઠક ભૂજમાં મળી તેમાં આ સ્થિતી રજૂ કરવામાં આવી છે. તેમ છતાં સરકાર ગુજરાતની પ્રજા માટે કંઈ આયોજન કરતી હોય એવું લાગતું નથી. 2000 ગામોમાં ઘાસચારો આપવો પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. જ્યાં પાક સારો છે ત્યાં પણ રોગચાળો આવી ગયો છે. મીલી બગ, લશ્કરી ઈયળ, સુકારો આવી ગયો છે. તેથી તેનું પણ મોટું નુકસાન થઈ શકે છે.

કચ્છ અને પાટણ જિલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા પડે એવી સ્થિતીનું નિર્માણ થયું છે.

તાપી જિલ્લાના નિઝરમાં તો ખેડૂતે પોતાનો પાક બચાવવા માટે ટેન્કરથી પાણી આપવાનું 19 સપ્ટેમ્બર 2018થી શરૂ કર્યું છે.

વિજળીની જે રીતે માંગ 5968 મેગા વોટ થઈ છે, જે બતાવે છે કે ખેડૂતોની સ્થિતી સારી નથી. તેમને નર્મદા બંધની નહેરનું પાણી મળતું ન હોવાથી આજે આવી હાલત થઈ છે.

50 મીમી વરસાદ પડેલો હોય એવા 3 તાલુકા છે.

51થી 125 મીમી વરસાદ પડેલો હોય એવા 10 તાલુકા છે.

126થી 250 મીમી વરસાદ પડેલો હોય એવા 41 તાલુકા છે.

251થી 500 મીમી વરસાદ થયો હોય એવા 84 તાલુકા છે.

501થી વધું વરસાદ હોય એવા 113 તાલુકા છે.

કચ્છ જિલ્લાનો સરેરાશ 417 મીમી વરસાદ પડે છે પણ 10 તાલાકમાં 111 મીમી વરસાદ પડ્યો છે.

પાટણ જિલ્લાનો સરેરાશ 600 મીમી વરસાદ પડે છે પમ 9 તાલુકામાં 184 મીમી વરસાદ પડ્યો છે.

અમદાવાદ જિલ્લામાં સરેરાશ 714 મીમી વરસાદ પડે છે તેની સામે 284 મીમી વરસાદ થયો છે.

મહેસાણા જિલ્લામાં 743 મીમી સામે 251 મીમી વરસાદ થયો છે. ગાંધીનગર જિલ્લાની સ્થિતી સારી નથી.

તાલુકો – સરેરાશ વરસાદ – વરસાદ થયો(મીમી)

—       (1988થી2017)    –  (2018)

અબડાસા – 390 – 53

અંજાર – 434 – 231

ભૂજ – 376 – 83

ભચાઉ – 441 – 103

ગાંધીધામ – 403 – 264

લખપત – 349 – 12

માંડવી – 434 – 118

નખત્રાણા – 406 – 70

રાપર – 460 – 26

પાટણ – 685 – 164

ચાણસ્મા – 525 – 103

હારીજ – 577 – 168

રાધનપુર – 626 – 190

સમી – 537 – 161

સાંતલપુર – 478 – 154

સરસ્વતી – 684 – 223

શંખેશ્વર – 536 – 163

સિધ્ધપુર – 753 – 326

અમદાવાદ શહેર – 803 – 383

દશક્રોઈ – 685 – 235

દેત્રોજ – 660 – 233

ધોળકા – 767 – 288

માંડલ – 592 – 113

સાણંદ – 805 – 284

વિરમગામ – 689 – 173

મહેસાણા – 760 – 247

ખેરાલુ – 727 – 182

જોટાણા – 753 – 133

બેચરાજી – 659 – 240

ઊંઝા – 743 – 223

વડનગર – 694 – 280

વિજાપુર – 826 – 276

વિસનગર – 689 – 185

પ્રાંતિજ – 832 – 341

તલોદ – 804 – 372

ગાંધીનગર – 716 – 276

માણસા – 826 – 229

કડાણા – 862 – 367

દસાડા – 575 – 208

ધ્રાંગ્રધ્રા – 534 – 199

લખતર – 584 – 159

લીંબડી – 629 – 248

મુળી – 585 – 210

સાયલા – 528 – 213

થાનગઢ – 632 – 205

જેતપુર(રા) – 712 – 275

પડધરી – 536 – 236

ઉપલેટા – 772 – 296

વીંછીયા – 575 – 227

હળવદ – 467 – 130

માળીયામીયાણા – 474 – 171

મોરબી – 590 – 272

વાંકાનેર – 509 – 242

ધ્રોલ – 581 – 143

ડોડીયા – 587 – 170

ભણવડ – 631 – 282

દ્વારકા – 484 – 144

કલ્યાણપુર – 740 – 139

ગારીયાધાર – 484 – 175

ચાલુ વર્ષ દરમ્‍યાન સિઝનનો ખૂબ જ ઓછો વરસાદ એટલે કે માત્ર એક જ વરસાદ કુલ સિઝનનો 4 થી 10 ઇંચ જેટલો જ વરસાદ એકી સાથે અનેક સ્થળે થયો છે.  તેવા સંજોગોમાં હાલ દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતી નિર્માણ થઈ છે. રાજયનાં ખેડૂતોએ તેની પાસે રહેલ જમીનનાં પ્રમાણમાં પુરતુ એટલે કે ખાતર, બીયારણ, જંતુનાશક દવા ખેડ ખર્ચે બધુ જ પુરતુ ખર્ચે કરી નખેલું છે. ખેડૂતોનાં મોઢામાં આવેલ કોળીયો ઝુટવાઈ ગયેલ હોય તેવા સંજોગોમાં ખેડૂત પુરતા પ્રમાણમાં આર્થિક મુશ્‍કેલીમાં મુકાય ગયેલા છે. અમરેલીમાં તો એક ખેડૂત કુટુંબે આત્‍મહત્‍યા કરી લીધી છે. હવે આત્મહત્યા વધશે. હજુ કોઈપણ પ્રકારનું દુષ્‍કાળ માટે આગોતરૂ આયોજન થયેલ નથી. બંધો ખાલી છે. ગામોમાં રાહત કામો સરકારે કરવા પડશે. ખેડૂતોની લોન માફી કરવામાં નહીં આવે તો હાલત ખરાબ થઈ શકે તેમ છે.

ખેત ઓજાર તેમજ બીયારણ, જંતુનાશક દવા, ખાતર તેમજ ખેતીમાં વપરાતા ટ્રેકટર, ટે્રઈલર વિગેરેને જી.એસ.ટી. તેમજ દરેક પ્રકારનાં ટેક્ષ માંથી કાયમી ધોરણે મુકતી આપવી જોઈએ. જે ખેડૂતોને 10 કલાક વિજળી આપવી. નબળુ વર્ષ છે ત્‍યારે એક વર્ષ માટે વીજ બીલ માફી આપવી જરૂરી બની ગયું છે.

ડ્રીપ એરીગેશનમાં 100 ટકા સબસીડી આપવી. તેમજ ખેડૂતોએ સબસીડીમાં ખેત ઉપયોગમાં વપરાતા મોટાટ્રેકટરનાં ઓજારો, મીની ટ્રેકટર, ખેતરમાં પાઈપ લાઈન બેસાડવાની તેમજ ગોડાઉન વિગેરેની સબ સીડી ગ્રાન્‍ટનાં અભાવે અટકેલ છે તે તાત્‍કાલીક ખેડૂતનાં ખાતામાં જમા કરવવી જરૂરી બની ગયું છે. ખેડૂતો માથે જે પી.જી.વી.સી.એલ.નાં પોલીસ કેસ પરત ખેંચવા જોઈએ.

પાક વિમામાં ઉપયોગી પાણી પત્રક તલાટી મારફત અગાઉથી વહેલી તકે કરવામાં આવે જેથી એકપણ ખેડૂત વીમા માંથી વંચીત રહે નહી.