[:gj]4500 ખેડૂતોએ આધુનિક તાલિમ લીધી [:]

4500 farmers took modern training

[:gj] દાહોદ જિલ્લામાં ૨.૨૪ લાખ હેકટર ખેતીલાયક વિસ્તાર છે. જેમાંથી અંદાજે ૯૯ ટકા વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે. આત્મા પ્રોજેકટના સહયોગથી  બે વર્ષમાં ૪૫૬૦ ખેડૂતોને ધાન્ય પાકો, કઠોળ પાકો, તેલીબિયા, બાગાયતી ખેતી સાથે પશુપાલનને લગતી તાલીમ આપવામાં આવી હતી.

બે વર્ષ દરમિયાન ૧૬૪ ખેડૂતોને રાજય બહાર પ્રેરણા પ્રવાસ અંતર્ગત મહારાષ્ટ્રના જલગાંવ અને રાહુરી ખાતે સજીવ ખેતી અને ટપક સિંચાઇ પદ્ધતિ વિશે તાલીમ આપવામાં આવી હતી. સજીવ ખેતી, મશરૂમની ખેતી, કૃષિ યુનિવસિર્ટીની મુલાકાત વગેરે દ્વારા વૈજ્ઞાનિક ખેતપદ્ધતિ વિશે માહિતી અને તાલીમ આપવામાં આવી હતી.સાથે ૩૦૦૦ જેટલા ખેડૂતોને ટપકસિંચાઇ પદ્ધતિ વિશે અને મશરૂમની ખેતી કેવી રીતે કરવી તેની પદ્ધતિસરની તાલીમ પણ અપાય હતી ત્યાર બાદ ૬૦ થી વધુ ખેડૂતોએ મશરૂમની ખેતીમાં સફળતા મેળવી છે.

ખેડૂતોને ગુજરાતના બાગાયત સંશોધન કેન્દ્ર, વેજલપુર, કૃષિ યુનિવસિર્ટી, દાંતીવાડા, આણંદ કૃષિ યુનિવસિર્ટી ખાતે બાગાયતી ફળ પાકો, શાકભાજી પાકો, સુંગધિત અને ઔષધિય પાકો અને સજીવ ખેતીના માર્ગદર્શન માટે વડોદરાના સુંદરપુર ખાતે યોજાયેલા વિવિધ તાલીમ કાર્યક્રમોમાં ૧૧૩૯ ખેડૂતોએ ગત બે વર્ષ દરમિયાન તાલીમનો લાભ લીધો છે.

૨૮૪૮ ખેડૂત ભાઇ બહેનોને એગ્રીટેક એશિયા કાર્યક્રમમાં ગાંધીનગર ઉપરાંત આણંદ, જુનાગઢ, નવસારી અને દાંતીવાડાંની કૃષિ યુનિવસિર્ટીઓની સાથે પ્રગતિશીલ ખેડૂતો સાથે પણ મુલાકાત અને તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમ બાદ ૧૮ ખેડૂતોએ સફળતાપૂર્વક દાડમ તેમજ અન્ય બાગાયતી ફળપાકની ખેતી અપનાવી છે.

એફઆઇજી ગ્રુપના ૧૬૯૦ ભાઇ બહેનોને પશુપાલન અને કિચન ગાર્ડનીગ તથા શાકભાજી પાકોની ખેતી માટેની તાલીમ આપવામાં આવી હતી. જેમાં ૪૦૦ ખેડૂતોએ શાકભાજી પાકો જેવા કે ભીંડા વગેરેની ખેતી અને ૫૯૭ મહિલા ખેડૂતોએ કિચન ગાર્ડનીગની શરૂઆત કરી છે. જિલ્લામાં ૪૦ થી વધુ ખેડૂતોએ બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ માટે અરજી કરી હતી.[:]