દૂધ અસલી કે નકલી તે જાણવા હળદળ નાંખી પ્રયોગ કરો

દુધ અસલી છે કે નકલી તે જાણવા માટે રસોડામાં સરળ ઉપાય પડેલો છે. દુધવાળા દુધ આપવા આવે છે, તેમાં કેમીકલ હોવાની વધું શક્યતા છે. ડેરી પેકિંગમાં દૂધ હોય તો તેમાં કેમિકલની ભેળસેળ છે કે કેમ તે જાણવા માટે ચપટી હળદળનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં હળદળ ભૂકી નાંખવાથી દુધ અસલી છે કે નકલી છે તે તેના રંગ પરથી તુરંત જાણી શકાય છે. પ્રયોગશાળામાં દૂધના નમુના મોકલવાની જરૂર રહેતી નથી. નાના વાસણમાં દૂધ લઈને તેમાં એક ટપટી હળદળ નાંખવાથી જો તેમાં દુધનો રંગ આછો પીળો રહે તો સમજો કે દુધ અસલી છે. જો દુધનો રંગ લાલસવાળો અથવા તો આછો કેશરી રંગ બંને તો સમજો કે દુધ નકલી છે અને તેમાં કોઈક કેમિકલ વાપરવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારના કેમિકલ સાથે હળદર મેળવી ને જોશો તો હળદર પોતાનો રંગ બદલે છે. તેના આધારે આ પ્રયોગ થાય છે.