દેવાદાર ગુજરાત – રૂપાણી સરકારનું દેવું 2.40 લાખ કરોડને પાર કરી ગયું

ગુજરાત ઉપરનું કુલ દેવું રૂ.2.40 લાખ કરોડ ઉપર પહોંચ્યું છે. સરકારે બજાર, નાણાકીય સંસ્થા, કેન્દ્ર સરકાર અને એનએસએફ પાસેથી લોન લીધી છે. 2017-18માં 17 હજાર કરોડ, 2018-19માં રૂ.18 હજાર કરોડ મળીને કુલ 35 હજાર કરોડ વ્યાજ થવા જાય છે.

વર્ષ ૨૦૧૭-૧૮માં

પેટ્રોલ પરના વેરા પેટે ૩૫૬૯.૯૫ કરોડ અને સેસ પેટે ૬૫૨.૮૫ કરોડની આવક થઇ હતી.

ડીઝલમાં વેરા પેટે ૭૬૫૯.૨૪ કરોડ અને સેસ પેટે ૧૪૫૩.૧૩ કરોડની આવક થઇ હતી.

૨૦૧૮-૧૯માં

પેટ્રોલમાં વેરા પેટે ૩૭૮૧.૯૪ કરોડ અને સેસ પેટે ૭૫૩.૩૩ કરોડની આ‌વક થઇ હતી.

ડીઝલમાં વેરા પેટે ૮૩૨૪.૯૬ કરોડ અને ૧૭૨૭.૯૯ કરોડની આવક થઇ હતી.

૨૦૧૯માં એપ્રિલથી ઓક્ટોબર સુધી

પેટ્રોલમાં ૨૦૬૨.૮૬ કરોડ અને સેસ પેટે ૪૪૫.૮૨ કરોડ

ડીઝલમાં વેરા પેટે ૪૩૨૮.૬૧ કરોડ અને સેસ પેટે રૂ. ૯૬૭.૨૩ કરોડની આવક થઇ હતી.
પેટ્રોલ અને ડીઝલ ઉપર વેરા અને સેસ પેટે બે વર્ષમાં રૂ.35729 કરોડની જંગી આવક થઇ છે.