દેશની સૌથી મોટી ગેસ LPG પાઈપલાઈન ગુજરાતથી શરૂં થશે

દેશની સૌથી મોટી LPG પાઈપલાઈનનો પ્રોજેક્ટ ગુજરાતથી શરૂં થઈ રહ્યો છે. પાઈપલાઈન દેશની ચોથા ભાગની વસતીને રાંધણગેસનો પુરવઠો પૂરો પાડશે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) ગુજરાતના દરિયાકિનારાથી ઉતરપ્રદેશના ગોરખપુર સુધી આ ગેસ પાઈપલાઈન પાથરશે.

આ પાઈપલાઈનનું નિર્માણ અંદાજે રૂ. 9000 કરોડના ખર્ચે થશે. આ પાઈપલાઈનમાંથી દર વર્ષે મિલિયન ટન ગેસ પાસ થશે. GAIL અત્યારે ગુજરાતના જામનગરથી દિલ્હીની પાસે આવેલા લોન સુધી 415 કિલોમીટર લાંબી પાઈપલાઈન તથા 623 કિલોમીટર લાંબી વિશાખાપટ્ટનમથી સિકંદારાબાદ સુધીની પાઈપલાઈનું સંચાલન કરે છે. આ ઉપરાંત ઈન્ડિયન ઓઈલ પણ હરિયાણામાં પાનીપતથી જાલંધર સુધી એક પાઈપલાઈનનું સંચાલન કરે છે, જેની લંબાઈ 274 કિલોમીટર છે. IOC ગુજરાતના કંડલામાં LPG આયાત બાદ ગેસને 1984 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા અમદાવાદ, ઉજ્જૈન, કાનપુર, ઇલાહાબાદ, વારાણસી અને લખનઉ થઇ ગોરખપુર સુધી પહોંચશે.

આ ઉપરાંત આ પ્રોજેક્ટ તૈયાર થવા પર તેના રસ્તામાં આવનાર તમામ સિલિન્ડર ભરનાર 22 એકમોને પણ LPGનો પુરવઠો પૂરો પડાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી LPG પાઈપલાઈનનો પાયો નાખવા જઈ રહ્યાં છે