દેશની સૌથી મોટી પશુ ખોરાક ફેક્ટરીનું કૌભાંડ કેમ દાબી દેવાયું

મહેસાણાની દૂધ સાગર ડેરીના જગુદણ ખાતે દેશની સૌથી મોટી પશુ ખોરાક ફેક્ટરી 9 સપ્ટેમ્બર 2012માં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હતું. તેના ત્રણ વર્ષમાં જ દાણ ફેક્ટરીમાં 3 કરોડનો ગોટાળો થયો હતો. તેની ઊંડી તપાસ થવી જોઈતી હતી પણ પછી તેના ઉપર રહસ્યમય પડદો પડી ગયો છે. કાચા માલના ગોડાઉનમાં ઓછા સ્ટોકના કારણે અંદાજીત રૂ. 2.07 કરોડની ઉચાપત થયાનું બહાર આવ્યું હતું. પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હોવાથી કોઈ પગલાં ભરવાની હીંમત કરશે નહીં એવું માનીને કરોડોનો ભ્રષ્ટાચાર અને ગોટાળા કરાયા હતા. ભ્રષ્ટાચારીઓ સામે કોઈ પગલાં ન ભરાતાં એ વાત 20 ફેબ્રુઆરી 2019માં ખરી સાબિત થઈ રહી છે.

દૂધસાગર ડેરીએ 2 ઓગસ્ટ, 2018ના દિવસે જાહેર ખુલાસો કર્યો હતો કે, 2015મા કિંજલ કેમિકલ નામની કંપની પાસેથી ટને રૂ. 1,400થી રૂ. 2,500ના ઊંચા ભાવે 15,000 ટન મોલાસીસની ખરીદી કરી તેમાં રૂ. 35.96 કરોડની ખોટ ગઈ છે. કસ્ટોડિયન સમિતિના સમયમાં 16 ડિસેમ્બર, 2015મા કરવા નક્કી કરાયું હતું. તે અંગે દૂધસાગરે ફરીયાદ નોંધાવી છતાં તે અંગે આજ સુધી કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામા આવી નથી. મહેસાણા દૂધસાગર ડેરીના એકજ્યુક્યુટિવ ડિરેક્ટર એન. પી. સંચેતી અને જગુદણ સાગર દાણ ફેકટરીના મેનેજર મનોજ ગોસ્વામી સામે રૂ. 1.10 કરોડની ઉચાપત સામે ફરિયાદ મહેસાણા જિલ્લા રજિસ્ટાર મહેસાણામાં ફરિયાદ નોંધાવી હતી. કસ્ટોડિયન કમિટીએ રૂ. 32 કરોડની ગેરરિતી કરી છે, એમાં દાવો કર્યો છે, એમાં હજુ કેટલાંક આરોપીઓને પોલીસ પકડવા જતી નથી.

ડેરીમાં કસ્ટોડીયન તરીકે સરકાર દ્વારા અશોક શર્માની નિમણુંક કરાઈ હતી. સાગર દાણની ફેકટરીમાંથી દાણનો રૂ.3 કરોડનો 200 ટ્રક જેટલો 2175 મેટ્રીક ટન કાચો માલ ગેરવલ્લે કરી દેવાતાં તેનો કોઈ જ હિસાબ મળતો નહિ હોવાની વાત બેઠકમાં થઈ હતી. પગલા ભરવા કાર્યવાહી શરૂ કરી હતી. મહેસાણાની દૂધસાગર ડેરીમાં અધ્યક્ષ વિપુલ ચૌધરીને હોદ્દા પરથી હટાવાયા બાદ જગુદણનું કૌભાંડ થયું હતું. કસ્ટોડિયન દ્વારા દૂધસાગર ડેરીના MD નીશીત બક્ષીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ9 સપ્ટેમ્બર 2012માં ગુજરાતની દૂધ સહકારી ઉઘોગની શાન એવી મહેસાણાની દૂધસાગર ડેરીના જગુદણ સાગરદાણ ફેકટરી અને માનસિંહભાઇ ઇન્સ્ટીટયુટ ઓફ ડેરી એન્ડ ફૂડ ટેકનોલોજીનું ઉદ્ધાાટન કરતા ગામેગામ પર્યાવરણલક્ષી પશુપાલન માટે ગોબરબેન્ક અને એનિમલ હોસ્ટેલ બનાવવાનું નેતૃત્વ સહકારી ડેરી લે એવું આહ્વાાન આપ્યું હતું. ર્ડા.કુરિયનના અવસાન બાદ શ્રદ્ધાંજલિ આપતાં મોદીએ કહ્યું હતું કે પ્રત્યેક પશુની આંખમાં આજે આંસુ હશે.

શહેરી વિકાસ મંત્રી નિતીન પટેલે કહ્યું હતું કે આ દાણ ફેકટરીનું લોકાર્પણ થવાથી લાખો પશુપાલકને ફાયદો થશે. રાજયભરના પશુપાલનો ઓછા ભાવે દાણ મળી રહેશે.

દુધસાગર અધ્યક્ષ વિપુલભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે આ જગુદણ દાણ ફેક્ટરી દેશની સૌથી મોટી દાણ ફેક્ટરી છે. જયાં રોજનું 10 લાખ કિલો પશુ આહાર – ખાણનું  ઉત્પાદન થવાનું છે.

(દિલીપ પટેલ)