રૂ. ૬,૯૩,૬૦૦૦ ની રકમ સાથે ગુજરાત ફેક કરન્સીમાં, દેશભરમાં અવ્વલ નંબરે. રૂ. ૨૦૦૦ના મૂલ્યની નકલી નોટોની ટકાવારી ૫૬ ટકાથી વધુ. નોટબંધી એ ભ્રષ્ટાચાર, કાળાનાણા અને નકલી નોટોની સામેનો મહાયજ્ઞ છે તેવી વાતો કરનાર અમિત શાહ અને નરેન્દ્ર મોદી સરકારનું ‘નોટબંધી’ એ ‘નોટ બદલી’નું ઐતિહાસિક મહાકૌભાંડ છે. એવો આરોપ કોગ્રેસના નેતા મનીષ દોશીએ મૂક્યો છે.
કાળુ નાણું, ભ્રષ્ટાચારને નાથવાની ગુલબાંગ સાથે કરેલ નોટબંધી બાદ ગુજરાત ‘ફેક કરન્સી’નો ગઢ બન્યું છે, દેશભરમાં પકડાયેલી નકલી નોટોમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે આવે છે. ગુજરાતમાં આર્થિક ગુન્હાખોરીનો આંક સતત ઉચો જઈ રહ્યો છે.
વર્ષ ૨૦૧૮માં FICN (ફેક ઈન્ડિયન કરન્સી નોટસ) રૂ. ૫૦૦ની નકલી નોટમાં ૧૨૧ ટકા, ૨૦૦૦ની નકલી નોટમાં ૨૧.૯ ટકાનો વધારો થયો છે. નેશનલ ક્રાઈમ બ્યૂરો રિપોર્ટ (NCRB) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નાં આંકડાઓ મુજબ વર્ષ ૨૦૧૮માં દેશભરમાંથી પકડાયેલી ફેક કરન્સીમાં ગુજરાતમાં ૬,૯૩,૬૦,૦૦૦ જેટલી માતબાર રકમની નકલી નોટો પકડાઈ હતી. પકડાયેલી કુલ નકલી નોટોમાં ૫૬ ટકા જેટલી નોટો ૨૦૦૦ ની છે. નકલી નોટો મામલે દેશમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે આવે છે.
નોટબંધીની જાહેરાત સાથે નવેમ્બર ૨૦૧૬માં દેશમાં રૂ.૫૦૦ અને ૧૦૦૦ની નોટોને ચલણમાંથી બંધ કરવામાં આવી. તે વખતે પ્રધાનમંત્રીએ નકલી નોટો પર રોક લાગશે તેવી વાતો કરી હતી. પણ NCRBએ ૨૦૧૬માં નકલી નોટોને પોતાના રિપોર્ટમાં જાહેર થયેલ આંકડા દેશભરમાં જપ્ત કરાયેલી નકલી નોટોને લઈને એક વર્ષના આંકડા મુજબ ૨૦૧૭માં રૂ. ૨૮.૧ કરોડની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. જે ૨૦૧૬માં જપ્ત કરવામાં આવેલી નકલી નોટોની તુલનામાં ૭૬ ટકા વધારે છે. ત્યારે રૂ. ૧૫.૯ કરોડની કિંમતની નકલી નોટ જપ્ત કરવામાં આવી હતી.
જે દર્શાવે છે કે દેશમાં આર્થિક ગુન્હા ખોરીનો આંક સતત ઉંચે જઈ રહ્યો છે. રૂ. ૨૦૦૦ના મૂલ્યની નકલી નોટોની ટકાવારી ૫૩ ટકાથી વધુ ૨૦૧૭માં પકડાયેલી હતી જ્યારે વર્ષ ૨૦૧૮માં ૫૬ ટકા જેટલી નકલી નોટો પકડાઈ.
નોટબંધી એ ભ્રષ્ટાચાર, કાળાનાણા અને નકલી નોટોની સામેનો મહાયજ્ઞ છે તેવી વાતો કરનાર મોદી સરકારનું ‘નોટબંધી’ એ ‘નોટ બદલી’નું ઐતિહાસિક મહાકૌભાંડ દેશ સમક્ષ ખુલ્લુ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતનો ગૃહ વિભાગ આર્થિક ગુન્હેગારોને પકડવામાં અને આર્થિક ગુન્હાઓને રોકવામાં નિષ્ફળ છે.
વર્ષ ૨૦૧૭માં દેશભરમાં પકડાયેલી ૨૦૦૦ની નકલી નોટનો આંક ૭૪,૮૯૮ હતો જે વધીને ૧,૧૮,૨૬૦ થઈ જવા પામ્યો છે. માત્ર ગુજરાતમાં જ ૨૦૦૦ની નકલી નોટ રૂ. ૬,૯૩,૬૦,૦૦૦ જેટલી માતબર રકમ પકડાઈ હતી. જો કે ચોંકાવનારી બાબત એ છે કે સમગ્ર ભારતમાં ગુજરાત નકલી નોટોમાં પ્રથમ ક્રમાંકે આવે છે. ગૃહવિભાગ આર્થિક ગુન્હા અન્વેષણ ખાતુ શું કરે છે ? વર્ષ ૨૦૧૭, ૨૦૧૮માં NCRB ના અહેવાલે ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો પ્રજા સમક્ષ ખુલ્લો પાડ્યો છે. જે પ્રકારે નકલી નોટો પકડવામાં વધારો થયો છે. તે સ્પષ્ટ દર્શાવે છે કે, નોટબંધી એ ભ્રષ્ટાચાર, કાળાનાણા સામેની નહી પરંતુ પોતાના સાથીદારો – મળતીયાઓ – ઉદ્યોગગૃહોના લાભ માટે કરવામાં આવી હતી. સમગ્ર આર્થિક ગુન્હા ખોરીમાં મુખ્યમંત્રીશ્રી હસ્તકનો રાજ્યનો ગૃહવિભાગ સતર્ક બનીને કડકમાં કડક પગલા ભરે તો જ આ ભ્રષ્ટાચાર, કાળુનાણુ અને નકલી નોટો સામેનો જંગ લડી શકાશે.
ક્રમ રાજ્ય પકડાયેલ (રૂા.) ૨૦૦૦ની નકલી નોટ
1. ગુજરાત ૬૯,૩૬૦,૦૦૦ – ૩૪૬૮૦
2. વેસ્ટ બંગાલ ૩૫,૦૭૪,૦૦૦ – ૧૭૫૩૭
3. તમીલનાડુ ૨૮,૮૫૮,૦૦૦ – ૧૪૪૨૯
4. ઉત્તરપ્રદેશ ૨૬,૮૮૮,૦૦૦ – ૧૩૪૪૪
5. દિલ્હી ૧૯,૬૮૪,૦૦૦ – ૯૮૪૨
6. કર્ણાટક ૧૭,૭૭૪,૦૦૦ – ૮૮૮૭
7. મિઝોરમ ૧૩,૩૬૪,૦૦૦ – ૬૬૮૨
8. આસામ ૯,૩૧૪,૦૦૦ – ૪૬૫૭
9. કેરાલા ૮,૮૦૪,૦૦૦ – ૪૪૦૨
10. મહારાષ્ટ્ર ૭,૪૦૦,૦૦૦ – ૩૭૦૦
કુલ ૨૩૬,૫૨૦,૦૦૦ – ૧,૧૮,૨૬૦