દેશી ખાતર અને ગૌમૂત્રી ખેતી કરી ખારેક અને ડ્રેગન ફ્રુટનું મબલખ ઉત્પાદન મેળવ્યું

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જશાપર ગામના ખેડૂત જયંતિભાઈ નથુભાઈ ફળદુએ ખારેકની ખેતીમાં ઝંપલાવી માત્ર બે એકર જમીનમાં રૂપિયા પાંચ લાખનું ઉત્પાદન મેળવી બતાવ્તાંયું છે. 2018-19નો સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર મળેલો છે. ખારેક અને ડ્રેગન ફ્રુટમાં દેશીખાતર બનાવી તેમાં ગૌમૂત્ર ડિકમ્પોઝ ડ્રીપ સાથે આપવાનું ચાલુ કર્યું જેથી પાકોમાં સારો વધારો અને મીઠાશ જોવા મળી હતી. દવાના ખર્ચમાં લગભગ 50 ટકા જેટલો ઘટાડો થયો છે, દર વર્ષે ઉત્પાદનમાં વધારો થાય છે.