દેશી હિસાબના ચોપડા પર ટેક્નોલોજી- જીએસટીનો બમણો માર !!

દિવાળીનું પર્વ આવી રહ્યું છે ત્યારે અમદાવાદના માણેકચોક પાસે આવેલું કાગદી બજારમાં પરંપરાગત દેશી હિસાબના ચોપડા બનાવતા કારીગરો વ્યસ્ત જણાય છે. અલબત્ત, આધુનિક સમયમાં દેશી ચોપડાનું ચલણ ઘટી રહ્યું છે. વેપારીઓ અનુસાર કોમ્પ્યુટરમાં હિસાબ-કિતાબની જાળવણી થતા પરંપરાગત ચોપડાનું વેચાણ લગભગ ૪૦ થી ૫૦ ટકા જેટલું ઘટ્યું છે.વળી, કાગળ પરનો ૧૨ ટકા અને ચોપડા પર ૧૮ ટકા જેટલો ભારે જીએસટીને લઇ આ ઉદ્યોગની સ્થિતિ દાજ્યા પર ડામ લગાવ્યા જેવી થઇ ગઈ છે !! કાગદી બજારના સૂત્રો અનુસાર અમદાવાદમાં અંદાજિત રૂ. ૨૫ કરોડના ચોપડાનું વેચાણ આ વર્ષે અંદાજવામાં આવી રહ્યું છે. જે ગત વર્ષના પ્રમાણમાં લગભગ અડધું છે.
ફોટો:કલ્પિત ભચેચ.