દ્રાક્ષ અને દાડમ કરતાં બે ગાણા ભાવે ડૂંગળી થઈ જશે

મોદી અને રૂપાણી સરકાર પણ ડુંગળીના ભાવ કન્ટ્રોલ કરવામાં નિષ્ફળ ગઇ છે. ડુંગળીના ભાવ વધતા સરકારનું કહેવું છે કે, દોઢ મહિના બાદ 21 હજાર ટન ડુંગળી દેશમા આવી જશે. ત્યાર બાદ જ ડુંગળીના ભાવ નિયંત્રણમાં આવશે. ઉલ્લખનીય છે કે, છેલ્લા બે મહિનાથી દેશમા ડુંગળીની કિંમતો આસમાને છે. જેને કાબુમા કરવા માટે સરકાર સદંતર નિષ્ફળ રહિ છે. લોકોને આ ભાવ સામે કોઈ વાંધો ન હોય તેમ સરકાર સામે કોઈ અવાજ ઉઠાવતું નથી. તેથી ભાવ વધીને એક કિલોના રૂ.200 થઈ જશે. જે દ્રાક્ષ અને દાડમ કરતાં બે ગાણા ભાવ થઈ શકે છે.

દેશના દક્ષિણના ભાગના તમિલનાડુ રાજ્યમા સારી ગુણવત્તાવાળી ડુંગળીની કિંમત 180 રૂપીયા કિલો થઇ ગઇ છે. તેમજ બીજી તરફ ઓછી ગુણવત્તાવાળી ડુંગળીની કિંમત 120 રૂપીયા પ્રતિ કિલોથી પણ વધી છે. જ્યારે દેશની રાજધાની અને તેના આસપાસના વિસ્તારોમા ડુંગળીની કિંમત 80 રૂપીયા પ્રતિ કિલોથી 130 રૂપીયા કિલો પહોંચી ગઇ છે.

કેન્દ્ર સરકારે 1.2 લાખ ટન ડુંગળીની આયાત કરવાનું નક્કી કર્યુ છે. નવા ટેન્ડરમા ડુંગળીની સાઇઝને લઇને પણ છૂટ આપવામા આવી છે, જેમા ડુંગળીની સાઇઝ 40 એમએમથી 80 એમએમ રાખવામા આવી છે.