દ્વારકા ખંભાળિયા દેવરિયા માર્ગ ચાર માર્ગી કરવા માટે 18 ગામની જમીન જપ્ત કરવા સંપાદન કરવાની કામગીરી શરૂ થઈ છે. તેનો વિરોધ કરવાનું નક્કી કર્યું હોવાથી ખેડૂતો માટે સફળ લડત ચલાવનાર ખેડૂતોને દ્વારકા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
ખેડુતોએ પોતાના હક્ક અધિકરો બાબતે પૂરતા માહિતગાર ન હોય ખેડૂતોને ક્યારે, ક્યાં અને કેવી રીતે વિરોધ નોંધાવવો તેની માહિતી ન હોવાના કારણે ખેડૂતો કાયદાકીય લડત કરવામાં ક્યાંક થાપ ખાઈ જાય છે, ત્યારે ખેડૂતોને કાયદાકિય માહિતી આપવા જૂનાગઢ ખેડુત હીત રક્ષક સમિતિના પ્રમુખ અતુલભાઈ શેખડા દ્વારકા આવશે અને કાયદાકીય લડત લડવાનો પાઠ ખેડૂતોને ભણાવશે.
અતુલભાઈ એ રાજકોટ સોમનાથ હાઇવે પ્રોજેક્ટ સામે મોટી લડત ચલાવી જૂનાગઢ બાય પાસ નું કામ રોકી રાખવામાં સફળ રહ્યા છે. તેથી ખેડૂત આગેવાન પાલમભાઈ આંબલિયાએ ખેડુતને વિનંતી છે કે બધાએ ઉપસ્થિત રહી માહિતગાર બની અને સાથે મળી આપણાં હક્ક અધિકારની લડત લડવાનો નિર્ણય લેવાશે.
બધા ખેડૂતો 23 ઓક્ટોબર 2018ને મંગળવારે સાંજે 4 વાગ્યે દ્વારકા હાઈવે પર હોટેલ મુરલીધર, ટીટોળીના પાટિયા પાસે હંજડાપર એકઠા થશે. તેમ પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું.
કયા ગામની જમીન જાય છે
ભાટિયા, રાણ લીંબડી, જુવાનપુર, દાત્રાણા, હંજડાપર, સોનારડી, ધંધુસર, વડતરા, હંસથલ, વિરમદળ, કુવાડીયા, સામોર, હરસદપુર, ધરમપુર, કંચનપુર, દાંતા, વડાલીયા સિંહણ, માંઢા વગેરે ગામોની જમીન ધોરી માર્ગમાં આવે છે