ધરમોડા, તા.૩૧
પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ધરમોડાગામના માલધારી ઉત્તર ગુજરાતમાં ભેંસની કિંમતમાં સહુથી વધુ મોંઘી રૂ.11.11 લાખમાં સુરતના વેપારીને વેચાણ કરી હતી. આવી મોંઘી ભેંસ પહેલી છે અગાઉ બનાસકાંઠામાં રૂ. 3 લાખની ભેંસ વેચાણ થઇ હતી તેવું પશુપાલકોએ જણાવ્યું હતું. ચાણસ્મા તાલુકાના ધરમોડાગામે રહેતા વાઘુભાઇ વેલાભાઇ દેસાઇ પશુપાલન વ્યવસાય સાથે સંકાળાયેલા છે. તેમણે બન્ની ઓલાદની ભેંસ ઘરના આંગણે ઉછેરી હતી. કાળા રંગની ભેંસની ઉંચાઇ 5.5 ફુટની લંબાઇ 9 ફુટ અને નાગોરી સીંગડા છે. આ ભેંસે સવાર સાંજનુ મળીને 25 લીટર દૂધ આપે છે તેને ખરીદ કરવા સારૂ સુરતના વેપારી કાળુભાઇ રામજીભાઇ રબારી શનિવારે ધરમોડા આવ્યા હતા તેઓએ આ ભેંસને રૂ.11,11,111 કિંમત વેચાણ માંગણી કરી હતી. જે માંગણી વાઘુભાઇ દેસાઇ સ્વીકારી વેચાણ પેટે સુરતના વેપારી આપી હતી તેવું ભેસનું લાલન પાલન કરનાર લાભુભાઇ વાઘુભાઇ દેસાઇ જણાવ્યુ હતું.