ગુજરાતના કથાકારો દિવસ રાત ઉપદેશ અને ભાષણબાજીથી માણસને ડરાવવાનું કામ કરે છે. પણ “નિષેધ” નામના પુસ્તકથી જાણી શકાય છે કે ધર્મના ઠેકેદાર લોકોને કઈ રીતે મૂર્ખ બનાવે છે.
પુસ્તકનું નામ :- નિષેધ, કિંમત :- 250/- રૂપિયા (રૂ.50 પોસ્ટલ ચાર્જ) સંપર્ક નંબર :- 9327444844 સુરત સિવાય ક્યાંય મળશે નહીં. પુસ્તક ઘરમાં વસાવીને જ્ઞાન મેળવીને છેતરપીંડીની દુનિયા અંગે વિચાર વલોણું ઊભું કરે એવું અંધશ્રદ્ધા મુક્ત બનાવતું “નિષેધ” છે.
ગુજરાતી શોર્ટ ફિલ્મ “ભાગ્ય આત્મા દહન”
વિજ્ઞાન અને સત્ય પર આધારિત ગુજરાતી શોર્ટ ફિલ્મ “ભાગ્ય આત્મા દહન” નો એગ્રીકલ્ચર હૉલ જુનાગઢ ખાતે પ્રીમીયર શો રાખવામા આવ્યો હતો. આ શો માં જુનાગઢના પ્રતિષ્ઠિત 500 લોકો જોવા આવ્યા હતા. આ ફિલ્મ દ્વારા શ્રધ્ધાનો સ્વીકાર કરવા સાથે તમામ પ્રકારની અંધશ્રદ્ધાથી દૂર રહેવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
અંધશ્રદ્ધા નિવારણ માટે અભિયાન ચલાવતી સંસ્થા “22 પ્રતિભા અભિયાન” દ્વારા આ શોર્ટ ફિલ્મ બનાવવા માં આવી છે. પરિવાર સાથે ખાસ જોવા જેવી આ ફિલ્મ છે.
વિજ્ઞાન જાથા નામની સંસ્થાના જયંત પંડ્યા
વિશ્વમાં જે કોઈ કામ કરી શક્યું નથી તે ગુજરાતની વિજ્ઞાન જાથા નામની સંસ્થાના જયંત પંડ્યાએ કરી બતાવ્યું છે. તેમણે 9 હજારથી વધુ ધુતારા અને અંધશ્રદ્ધા ફેલાવતાં લોકોને ખૂલ્લા પાડ્યા છે. જેમાં બ્રહ્મ જ્યોતિષિઓ પણ અંધશ્રદ્ધા ફેલાવતાં અને લોકોને ધૂતતા ધૂતારાઓને પકડેલા છે. તેમણે જે ધુતારાઓને ખૂલ્લા પાડ્યા તે અંગે પુસ્તક લખી રહ્યાં છે. જે દુનિયામાં હડકંપ મચાવે તેવું હશે કારણ કે બ્રહ્મ વાદીઓએ કેવા ધતીંગો કરીને ગુજરાતની પ્રજાને લૂંટેલા છે તેની પોલ ખોલતું આ પુસ્તક હશે.
ગોપાલ ઈટાલીયા
ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાને વિધાનસભા ભવનમાં દારુબંધીના મામલે જુતુ મારનારા ગોપાલ ઈટાલીયાએ ગુજરાતમાં નવી શરૂઆત કરીને ધુતારા કથાકારો અને અંધશ્રદ્ધા ફેલાવતાં લોકોને પડકારીને નવી શરૂઆત કરી છે. તેમણે કેટલાયે કથાકોરો જે રીતે અધશ્રદ્ધા ફેલાવીને લોકોને આર્થિક અને શારિરીક રીતે લૂંટતાં હોવાનો પર્દાફાશ કર્યો છે.
શ્રદ્ધા એટલે ધર્મમાં, ઈશ્વરના હોવામાં શ્રદ્ધા. અશ્રદ્ધાળુ લોકો ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી અને અંધશ્રદ્ધાળુઓ અખો કહે છે એમ પથ્થર એટલા દેવ પૂજે છે. તેઓ સાધુઓ અને બાબાઓમાં સારા નરસાનું ભાન ભૂલીને બુદ્ધિને સહેજ પણ તસ્દી આપ્યા વિના ફસાય છે.
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે અશ્રદ્ધાળુ હોય છે. કાર્લ માર્કસે ધર્મની સરખામણી અફીણ સાથે કરી છે.
ટોલ્સ્ટોયે કહ્યું હતું, ‘માણસ સ્વભાવથી જ શ્રદ્ધાળુ હોય છે. ઈશ્વર વિના એને ચાલતું નથી. તમને એ વાતનો અનુભવ થશે જ. તમે સ્વભાવે અક્કડ છો એટલે ઈશ્વરમાં માનતા નથી. અને આ દુનિયા જેવી હોવી જોઈએ એવી નથી એ વાતથી તમને આઘાત લાગે છે. જીવનનું રહસ્ય શોધવાના માનવીના પ્રયત્નોમાંથી ધર્મ તરફની શ્રદ્ધાનો ઉદ્ભવ થયો છે
આજના ભક્તને તો તાત્કાલિક બધું મેળવી લેવું છે એટલે એના સ્વાર્થ અને લાલચમાં એ સાચા અને ખોટા સાધુઓનો ભેદ પારખી શક્તો નથી. સાચા સાધુ માટે તો કહેવાય છે કે, ‘સાધુ તો ચલતા ભલા.’ સાધુ એક જગ્યાએ સ્થાયી ન થાય તો ઘણા દુષણોથી બચી શકે છે. સાધુ જ્યારે એક જગ્યાએ સ્થાયી થઈ જાય છે અને એમાંયે મોટાં મોટાં ટ્રસ્ટોનો, નાનકડાં સામ્રાજ્યનો માલિક થઈ જાય છે ત્યારે ભોગ-વિલાસમાં, વ્યભિચારમાં સરી પડે છે અબજોની મિલકતના માલિક હોય એ સાધુ-સંત કઈ રીતે હોઈ શકે? તેમાંથી અંધશ્રદ્ધાનો જન્મ થાય છે.
બાબા રામ-રહીમ, આશારામ, સ્વાધ્યાય પરિવાર, ઈચ્છાધારી બાબા, વિકાસાનંદ, સ્વામી સદાચારી, નિત્યાનંદ, કલકી ભગવાન જેવા સેતાની સાધુઓથી લાલચુ ભક્ત એમાં ફસાતાં જ રહે છે. આવા ઢૌંગી સાધુઓ અંધશ્રદ્ધા ફેલાવે છે.
સરકાર પોતે અંધશ્રદ્ધાનો વેપાર કરે છે, ભૂપેન્દ્રસિંહે ભૂવાઓને ચૂંટણી પહેલા બોલાવેલા હતા.
સુરત મહાનગરપાલીકાએ 50 કરોડ રુપીયાના ખર્ચે અત્યાધુનિક સાયન્સ સેન્ટરનું નિર્માણ કર્યું ત્યારે એનું બાંધકામ સમ્પુર્ણપણે વાસ્તુશાસ્ત્રના નીયમો મુજબ કરવામાં આવ્યું છે.
હવે તો પ્લાસ્ટીકનાં લીંબુ અને મરચાં તૈયાર મળે છે. પ્લાસ્ટિકનાં લીંબુ અને મરચાંનું ફેક્ટરીમાં ઉત્પાદન થાય એટલે અન્ધશ્રદ્ધાનું ઔદ્યોગીકરણ થયું છે.
કમ્પ્યુટરથી જન્મ કુંડળી કાઢીએ છીએ અને ઈન્ટનેટ દ્વારા ગ્રહોના નંગવાળી વીટી મંગાવીએ છીએ.
શ્રી ફળ વધેરી ચાંલ્લા કરતા જોવા મળે છે. પૂજન નહિ કરવામાં આવે તો વસાવેલ વસ્તુ આપણને યોગ્ય વળતર નહિ આપે એ અંધશ્રદ્ધા કહીશું.
અને આમાં વર્તનાર મહામાનવોને આપણે ક્રમશ: શ્રદ્ધાળુ અને અંધશ્રદ્ધાળુ માં વિભાજીત કરેલ છે.
ઈન્ટરનેટ દ્વારા મોબાઈ ફોન જેવી ટેકનોલોજીના જમાનામાં અંધશ્રદ્ધાનો દૂરૂપયોગ થઈ રહ્યો છે. હાથની ચાલાકી અને ટેકનોલોજીનો દૂરઉપયોગ આજે માનવોને ડરાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. અંધશ્રદ્ધાની ઊંડી ખાણમાંથી બહાર નીકળવું મૂશ્કેલ છે. ટેકનોલોજી તેની તરફ ખેંચાણ ઉત્પન્ન કરી રહી છે.
જે સંત કે સંપ્રદાય કે કથાકાર કે ધુતારા લોકો જ્યારે લાખો ગરીબ બાળકો અને તેના કુટુંબને મકાનો બનાવી આપે તે સાચા સંત માનવા
કાળી ચૌદશે ચાર રસ્તાની ચોકડી પર ઉતાર કરી મૂકેલ લાલ ઘાગાથી વીંટેલ નાળિયેર કે ખીલી મારેલું લીંબુ અને તેને ફરતે પાણીથી કરેલા ગોળાકાર જોઈ ભણેલો ગણેલો અને અંધશ્રદ્ધામાં નહીં માનનારો માનવ પણ તે સર્કલથી બહાર ચાલે છે.
હાથની આંગળીયોમાં ગ્રહો ના નંગ પહેરનારા અત્યારે ઠેર ઠેર જોવામળશે, કદાચ એ પણ સાચું હશે પરંતું દસ માંથી આઠ આંગળીમાં નંગા પહેરનાર ને તમે શું કહેશો, શ્રદ્ધાળુ કે અંધશ્રદ્ધાળુ?
બનાવટી ચમત્કારોમાં અંધશ્રદ્ધાએ ગૂંચવી રાખ્યાં છે.
ભગવાન સાથેની આપણી અનન્ય શ્રદ્ધા અનંત કાળોથી ચાલી આવી છે. જો આપણને તેનામાં શ્રદ્ધા હોય તો પછી આ બઘા ધૂતારા પાછળ દોટ લગાડવાથી શું ફાયદો?
ગ્રહોની ગતિ સજીવા સૃષ્ટિ વગેરે ને ચલાવતી કોઈક શક્તિ તો જરૂર છે, પણ તે અંધશ્રદ્ધા નથી. ધર્મના ઠેકેદારો પૈસા કમાવા અને પોતાનો સંપ્રદાય બીજાથી વધુ મજબૂત કરવા અંધશ્રદ્ધા આચરે છે.
જો તું આમ નહીં કરે તો ભગવાન તારું અકલ્યાણ કરશે. પણ ભગવાન એટલે કે વિશ્વની અમર્યાદ શક્તિ તો બધાનું કલ્યાણ કરે છે.