ધર્મેન્દ્રકુમાર હર્ષદભાઇ પટેલને કેળાની ખેતી માટે ઉધ્યોગ રત્ન એવોર્ડ 

June 6th, 2018 નર્મદા જિલ્લાના હજરપુરા ગામના ખેડુત ધર્મેન્દ્રકુમાર હર્ષદભાઇ પટેલને કેળાની ખેતી મટે પ્રગતીશીલ ખેડુતનો “ઉધ્યોગ રત્ન” એવોર્ડ નવી દીલ્હી સ્થીત લે.અમિત સીંગ મેમોરીયલ ફાઉન્ડેશન દ્વારા કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ ના હસ્તે બિહાર ખાતે આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માજી.વન અને આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શબ્દશરણ તડવી પણ ઉપસ્થિત રહ્યા હતા.ધર્મેન્દ્રકુમાર હર્ષદભાઇ પટેલને કેળાની ખેતી માટે ટપક સીંચાઇ પધ્ધતિનો ઉપયોગ કરી વધુ ખેત ઉત્પાદન મેળવવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.પ્રગતીશીલ ખેડુતનો “ઉધ્યોગ રત્ન” એવોર્ડ મેળવી ધર્મેન્દ્રકુમાર હર્ષદભાઇ પટેલ એ સમગ્ર નર્મદા જિલ્લા નુ ગૌરવ વધાર્યુ છે.