ધાનાણી, નરેન્દ્ર મોદી, રાજકીય નેતાઓએ પ્રજાના પૈસા ગેરકાયદે વાપરી ભ્રષ્ટાચાર કર્યો

અમરેલીનાં આરટીઆઈ જાહેર માહિતી અધિકારના ચળવળકાર નાથાલાલ સુખડીયાએ એસીબીનાં નિયામકને પત્ર લખી વિરોધ પક્ષના નેતા, વડાર્પધાન તથા કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ સિમેન્ટના રોડ બનાવવા તથા ભોજપ પછળ કરોડો રૂપિયા કાયદા વિરૃદ્ધ વાપરેલા હોવાની ફરી એક વખત પત્ર લખીને ફરિયાદ કરી છે.

પત્રમાં જણાવેલ છે કે, અમરેલી શહેરની નગરપાલિકા ઘ્‍વારા વર્ષ 2016-17-18માં સરકારની 6 શહેર વિકાસની યોજનામાં બ્‍લોક રોડ, સીસી રોડ, સ્‍ટ્રીટ રોડ વગેરે કામમાં બિલોના ખર્ચાઓ નાખી ભ્રષ્‍ટાચાર આચર્યા હોવાની ફરિયાદો કરી હોવા છતાં પગલા લેવામાં આવ્યા નથી. ગુજરાત વડી અદાલતમાં જાહેર હિતની અરજી પણ થઈ છે. 6 અઠવાડિયામાં તેની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ભાવનગરના પ્રાદેશિક કમિશનર ઘ્‍વારા રૂ.70,64,909 માટે નગરપાલિકાના પ્રમુખને કારણદર્શક નોટીસ આપી છે. આર્થિક લાભ પોતાના મળતીયાને આપેલો છે. તપાસ થાય તો રૂા. 3,55,20,409 વસુલવાની થાય છે.

ઉપરોકત તમામ જવાબદાર વ્‍યકિતઓ પાસેથી વસુલાત કરવાની થાય તેમ છે. માનવ વસાહત વગરના બિલ્‍ડર લોકોને સીસી રોડ બનાવેલ છે. સત્તા-હોદાનો દુરઉપયોગ કરેલો છે. ગૌચરનીજમીન પર રૂ.61 લાખનો રોડ બનાવી દીધો છે.

કલેકટર કે સરકારની મંજુરી વગર અંદાજે 7 મીટર પહોળો અને 600 મીટર લંબાઈનો સીસી રોડ માનવ વસાહત વગરનાં ગૌચર જમીન પરથી ઔદ્યોગિક અને બિનખેતી જમીનના માલિક મિહિરકુમાર ઉર્ફે મિહિશકુમાર શાંતિલાલ શાહ કે જેઓ વર્ષ 2017ની અમદાવાદના વેજલપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર હતા.

શરદભાઈ ધીરૂભાઈ ધાનાણી કે જેઓ અમરેલીનાં ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી અને ગુજરાત વિધાનસભાનાં વિપક્ષનેતાનાં નાના ભાઈ તેમજ અન્‍ય 12 ભાગીદારો મળી 14 બિલ્‍ડરો-રાજનેતાઓની જમીનને બે જગ્‍યાએ જોડતો રોડ રૂા.61,15,601નાં સરકાર ગ્રાન્‍ટમાંથી ખાનગી લોકોને લાભ આપી સત્તાનો દુરઉપયોગ કરી સરકારી ખર્ચે ગૌચરમાં દબાણ ઉભું કરી સરકારની છેતરપીંડી કરેલી છે.

લવજીભાઈ હિરજીભાઈ પેથાણીનાં તથા ખાનગી સ્‍કૂલને જોડતો (સેંટ મેરી ઈંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલ) રોડ રૂા. 9,14,800 વગર લોકફાળે તેમજ નિયમ વિરૂઘ્‍ધ બનાવેલો છે. મનુભાઈ ગોવિંદભાઈ તળાવીયા, પ્રદિપ પરોશતભાઈ સોજીત્રા રૂ.11.44 લાખનો સીસી રોડ નિયમ વિરૂઘ્‍ધ બનાવી પાલિકાને નુકસાન કરેલું છે.

કમ્‍પોસ્‍ટ યાર્ડમાં રૂા.35.57 લાખનો સીસી રોડ બનાવેલ છે. જેમાં નીચે ફાઉન્‍ડેશન કર્યા વગર અને તથા જગ્‍યા ઉપરથી પથ્‍થર હોવાનો તથા ઘનકચરાની જગ્‍યાએ રોડની જરૂરત ન હોવા છતાં ખાતરનાં યાર્ડમાં કોઈનાં ઘ્‍યાને ન આવે તેમ નીચે દબાયેલ છે તેવો ખોટો રોડ ભ્રષ્‍ટાચાર આચરી સરકારી નાણાનો દુરઉપયોગ કરેલ છે. તેમજ લાઈટનાં પોલ રૂા. 14,90,800નાં ખર્ચે .ભા કરેલ છે જે પણ સદંતર ખોટો ખર્ચ કરી ખોટી રકમ .ધારી સરકારી નાણાનો ભ્રષ્‍ટાચાર કરેલ છે.

કવાોેકઅથ આઉટ ગ્રોથ ગ્રાન્‍ટ વર્ષ ર016-17ના રૂા. 1,88,07,000 નાં ખર્ચે 19 જુદા-જુદા વિસ્‍તારોમાં સ્‍ટ્રીટ લાઈટનાં કામો કરેલ છે. એમાનાં કામોમાં હલકી ગુણવતાના વાયરો, ફયુઝ, બોક્ષ, પોલ તેમજ લાઈટો નોન ટ્રેડ વાપરી બીન ઉપયોગી અને બીજા ઓજી એરીયામાં ખર્ચ કરી સરકારી નાણાનો દુરઉપયોગ કરીભ્રષ્‍ટાચાર આચરેલ છે.

સુખનાથપરા, શાશ્‍વતનગર સોસાયટી, ગંગાનગર, શુભલક્ષ્મીનગર, ચકકરગઢ રોડનાં કુલ 11 રસ્‍તા થયેલા છે. સંજય રામાણીનાં ઘરથી ચીમન સોજીત્રાના ઘર સુધી સીસી રોડ રૂ.30.50 લાખનો બનેલો છે. ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણીની વર્ષ 2017/18ની શુભલક્ષ્મીનગરને બ્‍લોક રોડનાં રૂા.2,50,000 બતાવેલો છે અને રોડ મરામતનાં રૂા. 2,52,000 વર્ષ 2016-17નાં શુભલક્ષ્મી નગરમાં ખર્ચ કરેલો છે.

માણેકપરામાં 11 રસ્‍તા કમલ રેફરીઝરેટર શ્રીનાથજી કૃપા હાઉસ એન્‍ડ સ્‍વામીનારાયણ મંદિરનો સીસી રોડ વર્ષ 2017-18માં રૂા. 19,49,900 અને પાર્ટ-રનાં રૂા.14,47,700નો ખર્ચ પણ કરવામાં આવેલો છે.

સુખનાથપરાનાં 16 રસ્‍તા બનાવી 6 મહિનામાં ફરી સીસી બનાવવાની તેમજ માણેકપરાનાં 11 રસ્‍તાઓ બ્‍લોક બનાવી તોડી 6 માસમાં સીસી બનાવનાર કેરીયા રોડ વિસ્‍તારનાં વિદ્યુતનગર-ર રસ્‍તાઓ બ્‍લોક બનાવી સીસી બનાવેલ. શાશ્‍વતનગરનાં 6 રોડ બ્‍લોક બનાવી 6 માસમાં સીસી બનાવેલ. ઘનશ્‍યામનગરનાં 1 રોડ બ્‍લોક બનાવી નાણાપંપ 14માં ત્રણ પાર્ટમાં સીસી રોડનો ખર્ચ નાખેલો છે.

37 રસ્‍તાનાં અંદાજે રૂા.1.20 કરોડનાં બ્‍લોક રોડ બનાવી તોડી નાખી તેના ઉપર રૂા.3.04 કરોડના ફરીથી સીસી રોડ બનાવી સરકારની 12 શરતો પૈકીની 8 શરતોને અવગણી પાલિકાને જાણી જોઈને નુકશાન કરેલું છે. તેમજ માર્કેટયાર્ડને રૂા.82.55 લાખ અને ઓજી ગ્રાન્‍ટનાં રૂા.81.75 મળી રૂ.1.64 કરોડ અને મન રેસીડેન્‍સી-1 અને ર નાં રૂ.70.65 લાખ ત્રણ મળી રૂા.2.35 કરોડ અને બ્‍લોક રોડ બનાવી તોડી નાખેલ છે તે રૂા.1.20 કરોડ મળીને કુલ રૂ. 3.55 કરોડના કામની રકમ કડક રીકવરી કરવાની થાય છે.

નિયમો તોડીને પાલિકા હદ બહાર બિલ્‍ડરો, રાજનેતાઓ વિગેરેને લાભ કરેલો છે અને પાલિકા અને સરકાર અને જનતાનો વિશ્‍વાસઘાત કરી દોઢ લાખની જનતાને યાતના વેઠવા મજબુર કરેલ છે.

અધિકારીઓ, રાજકારણીઓની જવાબદારી નક્કી કરવી જરૂરી છે. કામગીરી કરનાર એજન્‍સીઓને સમય મર્યાદા, વધારાની વસ્તુઓ, સલાહકારોને લાખો રૂપિયા ચુકવેલા છે.

શહેરના બુઘ્‍ધિજીવીઓના નામે વિકાસ સમિતિ રચી 200 લોકોનું જમણવાર કરી એક થાળીના રૂા.400 લેખે રૂા. 80 હજારનો ખર્ચ કરેલો હતો.  17 ઓક્ટોબર 2017ના દિવસે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી શહેરમાં પ્રવાસે આવેલા હતા ત્યારે  શહેરમાં રોશની કરવાનાખર્ચમાં રૂ.4.26 લાખના બીલ બનાવી ખર્ચ કરેલો જે નાણાપંચની ગાઈડલાઈનની વિરૂઘ્‍ધમાં છે. તેમજ વડાપ્રધાનની ફાયર સેફટીના નામે રૂા.10.24 લાખનું ખાનગી કંપની ગોપાલ ફાયર એન્‍ડ સેફટી અમરેલીને બીલ ચુકવાયેલું છે.

આમ ખોટા બીલ બનાવી રાષ્‍ટ્રીય નાણાનો ભ્રષ્‍ટાચાર કરેલો છે.  તપાસ થશે તો તમામ કાગળ ઉપરના પુરાવા રૂપે રજુ કરીશ.