ધારાસભ્ય કિરીટ પટેલ કહે છે, ભાજપના નેતાઓ મને મારી નાંખવા આવે છે, થતાં હું આરોપી ?

પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ પ્રજાપતિને સસ્પેન્ડ કરવાના મામલે 7 માર્ચ 2019ના બપોરે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડા.કિરીટ પટેલ પર હુમલો થયો હતો. તેમને મારી નાંખવા આવેલા કે ધમકી આપવા આવેલા તે અંગે હજું કંઈ ચોક્કસાઈ તપાસમાં બહાર આવી નથી. આ દૃશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. ખરેખર તો કિરીટ પટેલે ભાજપના નેતા કે સી પટેલ કેવો ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે તે અંગે વિગતો જાહેર કર્યા બાદ રાજકીય હુમલો થયો હતો. ભાજપના આગેવાનો પોતાના અંગત ફાયદા સારું ગુંડા તત્વની માફક જાહેરમાં ગાળાગાળી તેમ ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા હતા. પાટણ બી.ડીવીઝન પોલિસ મથકમાં આમને સામને ફરીયાદ નાંધાવા પામી હતી. પાટણ શહેરમાં બે દિવસથી ભારે રાજકિય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ પ્રજાપતિને સસ્પેન્ડ કરાવવા માટે કિરીટ પટેલે લાંબી લડાઈ લડી હતી.

ધારાસભ્ય સામે ખોટું થઈ શકતું હોય તો સામાન્ય માણસનું શું ?

ધારાસભ્યની કચેરી પર જઈને ભાજપના નેતાઓ હુમલો કરે છે અને ફરિયાદ એક ધારાસભ્ય સામે પોલીસે નોંધી છે. ભાજપના બન્ને નેતાઓને તુરંત જામીન પર છોડી દીધા હતા. ધારાસભ્ય પાસે રહેલાં બે સીસીટીવી કેમેરાની ફિલ્મો પોલીસે જોઈ હતી. તેમ છતાં પોલીસે ગુજરાતના એક ધારાસભ્ય સામે એફઆઈઆર કરે છે. જો એક કાયદો ઘડનારા ધારાસભ્ય સામે આ થઈ શકતું હોય તો ગુજરાતના સામાન્ય નાગરિ સામે પોલીસ શું કરતી હશે તે કલ્પના થઈ શકે છે.

પોલીસ પાસે પુરાવા છતાં ખોટી ફરિયાદ અને ખોટા સાક્ષી

પોલીસે બે સીસીટી કેમેરાના મજબૂત પુરાવા જોયા છે. જેમાં ભાજપા નેતાઓ હુમલો કરવા આવે છે છતાં કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલો કરવા આવે છે એવું પોલીસ પાસે પુરાવો છે, તેથી તેમણે ગુંડાગીરી કરવા આવેલા ભાજપના નેતાઓની ફરિયાદ લેવી જોઈતી ન હતી.

કિરીટ પટેલ શું કહે છે  ?

ઉપરના નિવેદનો આપીને ધારાસભ્ય કિરીટ પટેલ કહે છે કે હું હંમેશની માફક લડવાનો છું. ધર્મેશ પ્રજાપતિ અને નિકુંજ પટેલ ત્યાં ન હોવા છતાં પોલીસે ઘટના સ્થળે સાક્ષી તરીકે બતાવ્યા છે. સીસીટીવી કેમેરામાં આ બન્ને ક્યાંય દેખાતા નથી. વળી મારો ભાઈ આ ઘટનામાં ક્યાંય ન હતો. તે પાલનપુરમાં પ્રોફેરસ છે. તે મારી કાર લેવા માટે આવ્યો હતો. ફરિયાદમાં તેનું નામ પણ મૂકી દેવામાં આવ્યું છે. પોલીસ જાણતી હતી છતાં મારી સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે. ન્યાયની વાતો કરતી સરકાર હવે ધારાસભ્યની વિરદ્ધમાં ખોટી ફરિયાદ કરી છે. આવી એક નહીં પણ 18થી 20 ફિરયાદો મારી સામે કરી છે. તેને મારે વડી અદાલતમાં જઈને પડકારવી પડી છે. આ ખોટી ફરિયાદમાં પણ મારે વડી અદાલતના દ્વાર ખખડાવવા પડશે. બધા જ કેસમાં મારે વડી અદાલતનો આશ્રય લેવો પડ્યો છે. જ્યાં ઘણા કેસોમાં સ્ટે આપેલો છે. પણ મારી સામેની બધી ફરિયાદો પડી રહે છે. કેટલીક ફરિયાદો તો સીઆઈડીએ રદ કરી છે. પછી ભાજપ જ પ્રચાર કરે છે કે આ ધારાસભ્ય તો ગુનેગાર છે, એમ કહીને આબરુ બગાડે છે. ખોટા કેસો કરીને ગુનેગાર બનાવવામાં આવી રહ્યા છે. મારી કચેરીએ તે આવ્યા ત્યારે મેં તેને કહ્યું હતું કે કુલપતિને બરતરફ તો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યા છે. તમારે ત્યાં કહેવું જોઈએ અહીં શા માટે આવ્યા છો. કલપતિ કરતાં ભાજપના નેતા કે સી પટેલના કૌભાંડો મેં જાહેર કર્યા હોવાથી આ હુમલો કરાવી મારી સામે ખોટી ફરિયાદ રાજકીય દબણના કારણે કરી છે.

કુલપતિને મુખ્ય મંત્રીએ હાંકી કાઢ્યા છે, ત્યાં જવા મેં કહ્યું હતું

ભાજપના શૈલેશ પટેલ અને મનોજ પટેલે મારી ઓફિસમાં આવી મને કહ્યું કે, તમે કુલપતિ પર આવા આક્ષેપો કેમ કરો છો. તમે કુલપતિને હટાવવા માટે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે એટલે અમે તમને છોડીશું નહીં. આવું કહીને તે બંનેએ મારા પર હુમલો કર્યો હતો. સસ્પેન્ડ મુખ્યમંત્રીએ કર્યા છે મે નથી કર્યા તેઓએ સરકારમાં રજુઆતો કરવી જોઇએ તેવુ કહેતા મારી ઉપર હુમલો કરેલ તેમજ મારા પર જે ભ્રષ્ટાચાર ના આક્ષેપ કર્યા છે તે પાયા વિહોણા છે. તેમ કિરીટ પટેલે જણાવ્યું હતું.

પુરાવો હતો છતાં ખોટી કલમો લગાવે છે.

પોતાના કાર્યાલય ખાતેથી બહાર નીકળી રહ્યા હતા, તે દરમિયાન ભાજપનાના નેતા અને હેમ યુનીવર્સીટીના કારોબારી સભ્ય શૈલેશ પટેલ અને મનોજ પટેલ બંને તેઓના કાર્યલય આગળ પહોચ્યા હતા. બંને વચ્ચે ઉગ્ર તકરાર બાદ મામલો હાથાપાઈ સુધી આવી જવા પામ્યો હતો. જેને પગલે ભાજપ અને કોંગ્રેસના ટેકેદારો પણ આમને સામને આવી ગયા હતા. પોલીસે ટોળાઓને હળવો લાઠી ચાર્જ કર્યો હતો. રાજમહેલ રોડ પર આવેલ પાટણ કોંગ્રેસના ધારાસભ્યની કચેરી આગળ ચુસ્ત પોલીસ બદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પાટણના કુલપતિપદેથી ડો. પ્રજાપતિને હટાવવા કોંગ્રેસના ધારાસભ્ય પ્રો.કિરીટ પટેલે છ મહિનાથી આંદોલન શરૃ કર્યું હતું, તે સમયે ઊંઝાના ધારાસભ્ય અને પાટણથી ભાજપમાં એન્ટ્રી લેનારા ડો.આશા પટેલે પણ તેમાં સૂર પુરાવ્યા હતા.

મનોજ ખોડીદાસ પટેલ જે નગરપાલિકાના કોર્પોરેટર અને યુનિ,માં સેનેટ સભ્ય છે. મનોજ પટેલ પાટણ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલના નાના ભાઈ છે, ભાજપમાં પાટણના નેતા છે. મનોજ પટેલે પાટણ પોલીસ ઉપર પણ આરોપ લગાવ્યો હતો કે, પાટણ પોલીસ ધારાસભ્યના દબાણમાં આવી અમારી ઉપર એક તરફથી કાર્યવાહી કરી રહી છે.  શૈલેશ મોહન પટેલ જેઓ પૂર્વ નગરપાલિકા કોર્પોરેટર તેમજ યુનિ.માં કારોબારી સભ્ય તરીકે છે અને તેઓએ બી.એ. પ્રજાપતિને હટાવવા બાબતે ધારાસભ્યને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ બન્ને સામે ફરીયાદ નાંધાઇ હતી. શૈલેશભાઇ મોહનભાઇ પટેલ યુનિ. કારોબારી સભ્ય એ કીરીટભાઇ પટેલ તથા તેમના ભાઇ કલ્પેશભાઇ ચિમનભાઇ પટેલ જેઓ પાલનપુર સાયન્સ કોલેજમાં ફરજ બજાવે છે તેઓએ પણ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીની ફરિયાદ નોંધાવા પામી છે.