ધારાસભ્ય ચીરાગ કાલરિયાને સરકારે કહ્યું જગ્યા ખાલી છે, 10 વર્ષે ભરીશું

રાજ્યમાં તલાટીની 2,235 અને ગ્રામ સેવકની 1,293 જગ્યાઓ છેલ્લા કેટલાક સમયથી ખાલી છે. રાજ્યમાં 18,584 ગામો અને 14,292 ગ્રામ પંચાયતો છે. સરકારની મોટાભાગની યોજનાઓ આ પંચાયતો અને ત્યાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા લાગુ કરવામાં આવે છે. છતાં જગ્યા ખાલી છે.

પંચાયત પ્રધાને જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ પ્રજા વચ્ચે રહીને પૂછેલા પ્રશાનના જવાબમાં લેખિત જવાબમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકારે 33 જિલ્લામાં 11,817 તલાટી કમ મંત્રીની જગ્યા અને 3997 ગ્રામ સેવકની જગ્યા મંજૂર કરી છે. તેમાંથી 2,235 તલાટીની જગ્યાઓ અને 1,293 ગ્રામ સેવકની જગ્યાઓ ખાલી છે.

કેટલાક 244 તલાટી હોદ્દા અને 413 ગ્રામ સેવક પદ ત્રણ વર્ષથી વધુ સમયથી ખાલી છે, જ્યારે 1991 તલાટી અને 880 ગ્રામ સેવકોની જગ્યાઓ એક વર્ષથી વધુ સમયથી ખાલી છે. એકલા ગાંધીનગર જિલ્લામાં 45 તલાટી અને 50 ગ્રામ સેવકની જગ્યાઓ ખાલી છે. વહીવટને અનુકૂળ હોવાથી આ જગ્યાઓ 10 વર્ષમાં ભરવામાં આવશે.

આમ રાજ્યની પ્રજાનો વહિવટ ભાજપની સરકાર કઈ રીતે ચલાવી રહી છે તેનો પર્દાફાશ ચિરાગ કાલરિયાએ કર્યો છે. તેઓ જામજોધપુરની પ્રજાની વચ્ચે જ રહે છે અને સરકારને મગફળી કૌભાંડ, એસ્સાર પેટ્રોલ કૌભાંડ, ભાજપના જામજોધપુરના નેતાઓના દારૂ બનાનો કૌભાંડ જેવી બાબતો જાહેર કરતાં રહ્યાં હોવાથી ભાજપ માટે આફતરૂપ બની ગયા છે. ભાજપના હારી ગયેલા ધારાસભ્ય ચીમન કાલરીયાને હરાવવા માટે ગઈ ચૂંટણીમાં ભાજપના ગુજરાત કક્ષાના નેતાએ ખેલ પાડેલો તે રીતે આ વખતે પણ ચીમન સાપરીયા પ્રજાની વચ્ચે દેખાતા ન હોવાથી ફરી એક વખત ખેલ પાડી દેવા માટે મેદાને છે.