ધારી ગીર આસપાસ સિંહનો નખ રૂ.2 લાખમાં વેંચાય છે

રાજુલાનાં ટાવર ચોક વિસ્‍તારમાં કોઈ પરપ્રાતિય ટોળકી દ્વારા રૂદ્રાક્ષની માળા અને સ્‍ફટીક નંગ વેચતા હોય તેમની પાસે સિંહના ન્‍હોર હોવાની બાતમી મળતા રાજુલા વન વિભાગ અને અમરેલી ફોરેન્‍સીકની ટીમ ઘ્‍વારા તપાસ કરતાં તે ન્‍હોર બનાવટી હોવાનું માલું થયેલું હતું. આરોપી બુધેલીયા પવારને પકડી પાડેલો હતો. વન્‍ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ વન વિભાગે ગુનો નોંધીને રૂા.20 હજારનો દંડ વસુલ કરવામાં આવેલો હતો.

ફરી ગીર અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારમાં સિંહોના નખ રૂ.1 થી 2 લાખમાં વહેંચતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ધારી ગીર પૂર્વમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત રહૃાો છે ત્‍યારે હાલ ગીર અને આસપાસના વિસ્‍તારમાં સિંહના નખ વહેંચવાનો ગોરખ ધંધો ચાલું થયો છે. ત્‍યારે થોડા વર્ષો પહેલા ગીર અને જંગલમાં મધ્યપ્રદેશની શિકારી ટોળકી સક્રીય થઈ હતી. સિંહોના શિકાર થયા હતા. સિંહોના નખ વહેંચાયા હતા. ભાવનગરમાંથી પણ નખ વહેંચતી ગેન્‍ગ વન વિભાગે પકડી પાડેલી હતી.   ત્‍યારે ખાંભાના કોઠારીયા રાઉન્‍ડમાં એક સિંહનો રપ દિવસ કરતા વધારે દિવસથી કોહવાયેલી હાલતમાં સિંહનો મૃતદેહ મળ્‍યો હતો અને જેમના 14 નખ હાલ લાપતા છે. ત્‍યારે સિંહોના સંરક્ષણ માટે ખતરો ઉભો થયો છે અને ગીરમાં નખ વહેંચવાની ચર્ચાથી સિંહપ્રેમીઓમાં ફફડાટ ફેલાયો છે.

ધારી ગીર પૂર્વમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત રહૃાો છે. ત્‍યારે હાલ ગીર અને આસપાસના વિસ્‍તારમાં સિંહના નખ વહેંચવાનો ગોરખ ધંધો ચાલું થયો હોવાનું જાણવા મળી રહૃાું છે. ત્‍યારે થોડા વર્ષો પહેલા ગીર અને જંગલમાં એમપીના શિકારી ટોળકી સક્રીય થઈ હતી અને સિંહોના શિકાર થયા હતા અને સિંહોના નખ વહેંચાયા હતા. ત્‍યારે હાલ ગીર અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારમાં સિંહોના નખ એક લાખથી બે લાખમાં વહેચાતા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. ત્‍યારે ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જના કોઠારીયા રાઉન્‍ડમાં નાનદીવેલા વિસ્‍તારમાં આજથી 40 દિવસ પહેલા 1પ ફેબ્રુઆરીના રોજ વન વિભાગને કોહવાયેલી હાલતમાં 9 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્‍યો હતો. જે એટલી હદે કોહવાયેલ હતો કે વન વિભાગને આ સિંહના અવશેષો ભેગા કરવા પડયા હતા અને સિંહના નખ માત્ર 4 મળી આવેલ હતા અને બાકીના 14 નખ મળી ન આવ્‍યા. ત્‍યારે વન વિભાગ ઘ્‍વારા તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્‍યો છે અને વન વિભાગ ઘ્‍વારા ગાર્ડ ફોરેસ્‍ટર અને આરએફઓ પરિમલ પટેલના ખુલાસા માગ્‍યા હતા અનેનોટીસ પાઠવી હતી અને સિંહના 14 નખ લાપતા હોવાથી વન વિભાગને પગ નીચે રેલો આવ્‍યો હતો અને સિંહના કોહવાયેલ મૃતદેહ મળ્‍યાના 4 દિવસ બાદ વન વિભાગે એફઆરઓ છોડયો હતો. ત્‍યારે જુનાગઢ સીસીએફ વસાવડા ખાંભા દોડી આવ્‍યા હતા અને ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જના કોઠારીયા રાઉન્‍ડ પર ઘટના સ્‍થળની મુલાકાત લીધી હતી. ત્‍યારે વન વિભાગમાં ફફડાટ ફેલાયો હતો. ત્‍યારે હંમેશા વન વિભાગ સિંહના મોત બાબતે ઢાંક પીછોડો કરતું આવતું હોય અને વન વિભાગે જણાવ્‍યું હતું કે, સિંહનું મોત કુદરતી રીતે થયું છે અને સિંહના ચાર-પાંચ નખ મળી આવ્‍યા છે અને આ ઘટના જંગલ વિસ્‍તારમાં બની હોવાથી સિંહના નખ કોઈ લઈ ગયા હોય કે ખોવાઈ ગયા હોય એવું કંઈ છે નહી અને જંગલી પ્રાણી ઝરખ, નોળીયો, ઘોરખોદયું લઈ ગયું હોવાનો ઉડાઉ જવાબ આપ્‍યો હતો.

સ્‍થાનિક સ્‍ટાફ ઘ્‍વારા સ્‍કેનીંગ ચાલું કરવામાં આવેલ છે અને નખ મળી આવશે પરંતુ આજ દિન સુધી મૃતસિંહના નખ ગોતવામાં વન વિભાગ અસફળ રહૃાું છે. ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જના કોઠારીયના નાનદીવેલા વિસ્‍તારમાં કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્‍યાના 40 દિવસ વીતવા છતાં વન વિભાગને મૃતસિંહના 14 નખ હાથ લાગ્‍યા નથી. ત્‍યારે વન વિભાગે આસપાસના વિસ્‍તારમાં 4 દિવસથી સ્‍કેનીંગ કરવામાં આવ્‍યું છેઅને આસપાસના ખેડૂત અને માલધારીઓની વન વિભાગ ઘ્‍વારા સઘન પુછપરછ કરી છે. તેમ છતાં આ નખનો વન વિભાગ પતો લાગેલ ન હતો. ત્‍યારે ગીર લાઈન નેચર ઘ્‍વારા ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરેલ હતી.