ધોનીએ વર્ડકપથી ફેંકાયા બાદ મોન તોડ્યું, એ મારી ભૂલ હતી

એમ.એસ. ધોનીએ વર્લ્ડ કપ 2019 માં રન આઉટ થયા બાદ મૌન તોડ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ નબળી હતી પરંતુ જાડેજા અને ધોનીએ ટીમને જીતની નજીક લાવી દીધી હતી. પણ હાર બાદ ભારત વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું હતું.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન એમએસ ધોની જ્યારે પણ મેદાન પર બેટ સાથે હાજર હોય ત્યારે ચાહકોને વિશ્વાસ હોય છે કે સંજોગો ગમે તેટલા વિપરીત હોય, પણ તેઓ તેમની ટીમને વિજય અપાવશે. આવી જ એક આશા આઈસીસી વર્લ્ડ સેમિફાઇનલમાં કરોડો ચાહકો માટે હતી, જ્યારે એમએસ ધોની ન્યૂઝીલેન્ડ સામે હાથમાં બેટ લઇને ક્રિઝ ફટકારી હતી. જોકે, ધોની રન આઉટ થતાંની સાથે જ દરેકની આશાઓ તૂટી ગઈ હતી. વર્લ્ડ કપની આ મેચ બાદ ધોનીએ આ મામલે પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે.

ઈન્ડિયા ટુડેના બોરિયા મજુમદાર સાથેની વાતચીત દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ વર્લ્ડ કપમાં પોતાની રન આઉટ થવાની વાત કરતાં કહ્યું હતું. મને દિલગીર છે કે મેં તે દિવસે કેમ ડાઇવ ન કરી. તેણે કહ્યું કે હું મારી જાતને કહું છું કે હું કેમ ડાઇવ કરી શકતો નથી.

આ મેચમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ઘણી ખરાબ હતી, પરંતુ જાડેજા અને ધોનીએ ટીમને જીતની નજીક લાવી દીધી હતી. જાડેજાના આઉટ થયા બાદ ભારતને જીતવા માટે 10 બોલમાં 25 રનની જરૂર હતી, પરંતુ ગુપ્ટિલની શાનદાર થ્રોએ ધોનીને આઉટ કર્યો. આ પછી, ભારતની આશાઓને આંચકો લાગ્યો અને ભારત મેચ હારી ગયું અને વર્લ્ડ કપની રેસમાંથી બહાર થઈ ગયું.

વર્લ્ડ કપથી, લાખો ચાહકો એમએસ ધોનીની ટીમમાં વાપસીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ, હજી સુધી ખાતરી નથી કે ધોની આખરે ટીમમાં ક્યારે પાછો ફરશે.