63,615 પરીક્ષા ખંડો સી.સી.ટીવી. કેમેરા તથા 509 ટેબલેટ મૂકી દેવામાં આવ્યા છે. 7 માર્ચથી 23 માર્ચ 2019 દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવશે.
1607 કેન્દ્રોની 5874 શાળાના મકાનોમાં પરીક્ષા લેવાશે.
135 વિષયોની પરીક્ષાઓ લેવાશે. 85 હજાર કર્મચારીઓ કામ કરશે. જેમાં શિક્ષકો છે.
18.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ધોરણ 10ની પરીક્ષા માટે નિયમિત તેમજ પુનઃપરીક્ષા આપતાં હોય તેની સાથે 11,59,762 વિદ્યાર્થીઓ છે. ધોરણ 12ની પરીક્ષાઓ માટે સામાન્ય પ્રવાહના 5,33,626 અને વિજ્ઞાન પ્રવાહના 1,57,604 વિદ્યાર્થીઓ છે.
માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા છેલ્લા બે વર્ષથી બંદીવાન માટે પરીક્ષાઓ લેવાનું આયોજન કરાય છે
ધોરણ 10માં 89 અને ધોરણ 12માં 125 કેદીઓ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને લાજપોર-સુરત મઘ્યસ્થ પરીક્ષાઓ આપશે.
ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના 1.50 લાખ વિદ્યાર્થીઓ ફીઝીકસ, બાયોલોજી અને કેમેસ્ટ્રીનું પ્રેકટીકલ જ્ઞાન સારી રીતે મેળવી શકે તે માટે ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પ્રાયોગિક પરીક્ષાઓનો પ્રયોગ કરાયો હતો.