ધોલેરાના સિંગાપુરિયા હેડક્વાર્ટરમાં ગટરો ઊભરાય છે, બિલ્ડિંગમાં ઠેર-ઠેર પોપડાં, રસ્તા પર ગાબડાંરાજ

અમદાવાદ, તા. 18

એડમીનીસ્ટ્રેટીવ બિલ્ડીંગથી બે કિલોમીટર દૂર આવેલા ધોલેરા સ્માર્ટ સિટીમાં પાણી ફરી વળ્યા છે. પણ જ્યાંથી સમગ્ર ધોલેરાનું સંચાલન થાય છે તે એડમીનીસ્ટ્રેટીવ બિલ્ડીંગ પોતે જ સમસ્યાઓથી ઘેરાઈ ગયું છે. સ્માર્ટ સિટીનું નિર્માણ કરતી આ બિલ્ડીંગનું બાંધકામ એટલું નબળું છે કે, તેના પોર્ચમાંથી પાણી ટપકે છે. આગળના ભાગમાં પાણી ટપકે છે. પોર્ચમાં પાણી પડે છે. કાર ઊભી રાખવાના સ્થાને ઉદ્યોગપતિઓ પાણીથી લથબથ થઈ જાય એટલું પાણી પડી રહ્યું છે. સિંગાપુરની વાત કરે છે પણ તેની મુખ્ય કચેરી છે તેની હાલત ખરાબ છે. ધોલેરામાં એસપીવી સસ્ટેનેબલ ટાઉનશીપ બેઝ કામ કરશે. ક્યુબ કન્સ્ટ્રક્શને એન્જિનિયરિંગ કંપની આ સ્થળે એડમિનિસ્ટ્રેટિવ અને બિઝનેસ સેન્ટર ઊભું કર્યું છે. જે રૂ.72.71 કરોડનું કામ છે. તે કચેરીમાં નબળા કામના કારણે પોપડા પડવા લાગ્યા છે. ખરાબ હાલત અત્યારથી જ જોવા મળે છે.

ઈન્ડસ્ટ્રીયલ સિટીના મેનેજીંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરે જ્યારે પત્રકારોને તેમની કચેરીમાં લઈ ગયા ત્યારે તેની કચેરી બતાવતી હતી કે ભવિષ્યનું ધોરેલા સ્માર્ટ સિટી નહીં પણ અરાજકતાથી ભરેલું શહેર હશે.

સૌથી ગંભીર બાબત એ છે કે, દિવાલમાંથી પોપડા ખરી રહ્યા છે. પ્લાસ્ટર ઉખડી ગયું છે. સમગ્ર ધોલેરા જે સ્મસ્યાથી ભવિષ્યમાં ઘેરાવાનું છે તે ક્ષાર હાલ આ કચેરીમાં જોવા મળે છે. ભેજ અને ક્ષારના કારણે પોપડા પડવા લાગ્યા છે. પાયામાં થોડા મહિનામાં જ લુણો લાગી ગયો છે. જે બિલ્ડીંગના સ્ટક્ચરને નુકસાન કરે છે.

મુખ્ય વહીવટી કચેરીની બહારની બાજુ ઈલેક્ટ્રીક વાયરીંગ નિકળી ગયું છે. જેને આપણે સ્માર્ટ સિટી કહીએ છીએ ત્યાં ખૂલ્લા વાયર જોવા મળે છે. લાઈવ વાયર છે. ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે. જ્યાં સોલાર સિટી બનવાનું સ્વપ્ન બતાવવામાં આવે છે ત્યાં વાયરો ખૂલ્લા જોવા મળે છે.

સ્માર્ટ સિટી ધોલેરાના સ્થળ બોર્ડ પર તૂટેલા ફૂટેલો બોર્ડ જોવા મળી રહ્યા છે. આ જોઈને બહારના લોકો સરકારની કંપનીના વહીવટદારોની બેકાળજીની ગંભીરતાથી લઈ રહ્યા છે.

મુખ્ય બિલ્ડીંગમાં ગટર પાણી બેક મારી રહ્યા છે. ગટરનું ગંદુ પાણી બહાર આવે છે. જે સમસ્યા સમગ્ર ધોલેરાની ભવિષ્યમાં થવાની છે તે આ બિલ્ડીંગથી જોવા મળે છે. સમુદ્રની સપાટીની બરાબર આવેલા ધોલેરામાં આ સમસ્યા જોવા મળે છે.

એડમીન બિલ્ડીંગ જોડતો રસ્તો ખરબચડો થઈ ગયો છે. તૂટી ફૂટી ગયો છે. અહીંની માટી પોચી હોવાથી અને નીચે 1થી 2 મીટર સુધી ખારા પાણી જમીનમાં હોવાથી માટી બેસી જાય છે. તેથી રસ્તા તૂટી ગયા છે. સમગ્ર ધોલેરામાં આ સમસ્યા આજીવન રહેશે. રસ્તા 7થી 12 ફૂટ ઊંચા કરવામાં આવેલા છે જે દર ચોમાસે બેસી જશે જો સિમેન્ટના માર્ગો બનશે તો પણ તે બેસી જશે. જે આજે પણ જોવા મળે છે.

1700 કરોડનું ધોવાણ

ધોલેરા સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ એ ડીએમઆઈસી અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજયન ડેવલપમેન્ટ ઓથોરિટીનું સંયુક્ત સાહસ છે. આ ઓથોરિટીએ યોજેલી પહેલી બેઠકમાં ઈપીસી – એન્જિનિયરિંગ પ્રોજરમેન્ટ કન્સ્ટ્રક્શનના ભાગરૂપે ધોલેરામાં 1734.04 કરોડના ખર્ચે માર્ગ અને વિવિધ સર્વિસ પૂરી પાડવામાં આવી રહી છે. આ કામ માટે સરકારે એલએન્ડટીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. રોડ ધોવાઈ ગયા છે. વહીવટી કચેરીથી 3થી 5 મીનીટ દૂર સમગ્ર ધોલેરામાં પાણી ભરાયેલું છે.

72 કરોડનું બિલ્ડીંગ લિક

ધોલેરામાં એસપીવી એ સસ્ટેનેબલ ટાઉનશીપ બેઝ કામ કરે છે. આ સિટી માટે એડમિનિસ્ટ્રેટીવ અને બિઝનેસ સેન્ટરનો રૂ.72.71 કરોડનો કોન્ટ્રાક્ટ ક્યુબ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગને આપવામાં આવ્યો છે. ડીએમઆઈસી ટ્રસ્ટના સીઈઓ અલકેશ શર્માએ એસવીપીને બે કોન્ટ્રાક્ટ ફાઇનલ કર્યા હતા. આ સ્માર્ટ સિટીનું ડિઝાઇન વર્ક તેમજ કન્સ્ટ્રક્શન મે 2016થી શરૂ કરવામાં આવ્યું હતું. ક્યુબ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ કંપની આ સ્થળે એડમિનિસ્ટ્રેટિવ અને બિઝનેસ સેન્ટર ઊભું કરી રહી છે. તેનું કામ નબળું છે. ક્યુબ કન્ટ્રક્શન કંપનીના માલિક પ્રમોટર વડોદરાના સંજય દેવેન્દ્ર શાહ, બિન્દીયા સંજય શાહ, અતુલ શાહ છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના માનીતા છે.

માર્ગો તૂટી ગયા

માર્ગ અને સર્વિસના કોન્ટ્રાક્ટમાં 72 કિલોમીટરના કામ થાય છે. આ અંતરમાં સ્ટોર્મ વોટર, ડ્રેનેજ સિસ્ટમ, પાણી, વેસ્ટ વોટર, રિસાઇકલ વોટર, પાવર, ગેસ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી જેવી સુવિધાઓ ઊભી કરવાની થાય છે.

ધોલેરામાં ઇન્ડસ્ટ્રિયલ ઝોન, નોલેજ અને આઈટી ઝોન, સોલાર પાર્ક, રેસિડેન્સિયલ ઝોન, હાઇ એક્સેસ કોરિડોર, સિટી સેન્ટર, એગ્રીકલ્ચર ઝોન, વિલેજ બફર અને ટુરિઝમ રિસોર્ટસ ઊભા કરવાના થાય છે. જે ઈન્ડસ્ટ્રીયલ ઝોનને બાદ કરતાં તમામ પર પાણી ફરી વળ્યા છે.

2019માં 1 લાખ લોકો રહેવા આવવાના હતા

એઇકોમ કે જે યુએસ બેઝ કન્સલ્ટિંગ ફર્મ છે જેમણે પ્લાન તૈયાર કર્યો છે. સરકારને આશા હતી કે, ધોલેરા સ્માર્ટ સિટીમાં 2019 સુધીમાં એક લાખ લોકોનો વસવાટ કરશે. આ જગ્યાએ નવી ટેકનોલોજીના આધારે ઇમારતો અને બિલ્ડિંગ ખૂબ ઓછા સમયમાં ઊભા કરવામાં આવશે. એવી જાહેરાત સરકારે કરી હતી. પણ 2019માં અહીં કંઈ જ થયું નથી. એક લાખ લોકો જો આજે અહીં રહેતા હોત તો તમામ લોકો પાણીની વચ્ચે ધેરાઈ ગયા હોત.

1.25 લાખ કરોડનું રોકાણ ધોવાશે

અમદાવાદ જિલ્લાના ધંધુકાથી ધોલેરા 30 કિલોમીટર દૂર છે અને તેને નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી હેઠળ નોટિફાઈ કરવામાં આવ્યું છે. ઓગસ્ટ 2014માં ધોલેરાને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ આપવામાં આવેલું છે. આ સિટીના ડેવપલમેન્ટ માટે 1.25 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાની સરકારને અપેક્ષા છે. પણ હવે તે થશે કે કેમ તે શંકા છે. ધોલેરા પર મૂડી રોકાણનું પણી ફરી વળ્યું છે.