ધોલેરાની નેનો સિટીનો પ્રોજેક્ટ પાણી

હોટમેઈલના સ્થાપક સાબિર ભાટીયાએ ધોલેરામાં નેનો સિટી બનાવવા માટે 2009માં ગુજરાતની ભાજપ સરકાર સાથે સમજૂતી કરાર કર્યા હતા. રૂ.30,000 કરોડનો એક પ્રોજેક્ટ હતો. ગુજરાતના અંગ્રેજી અને કેટલાંક ગુજરાતી અખબારોએ આ કરારને ભારે પ્રસિધ્ધિ આપી હતી. અખબારો અને ટીવી ચેનલો દ્વારા ત્યારની સરકાર દ્વારા એ ભ્રમ ઊભો કરાયો હતો. Hotmail.comના સ્થાપક અહીં નેનો સિટી બનાવવા માંગતા હતા. પણ હવે ધોલેરામાં પાણી ભરાયેલાં જોઈને તેઓ ક્યારેય અહીં હવે રોકણ નહીં કરે.

10 વર્ષ પહેલા જો આ શહેર બનાવવાની શરૂઆત કરી હોત તો આ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હોત. 10 સપ્ટેમ્બર 2019માં ચોમાસામાં ચારેબાજું પાણી ભરાયા છે. જો અહીં વિશ્વનું સ્માર્ટ શહેર બનશે તો તે એક દિવસ પાણીમાં ગરકાવ થયેલું હશે.

સાબિર ભાટીયાએ રોકણ ન કર્યું 

ઓગસ્ટ 2019માં પણ ધોલેરા બંજર જમીનનો પ્રદેશ ઊભો છે. અહીં સાબિર ભાટીયાની કંપની Hotmail.com એ ફૂટી કોડીનું પણ રોકાણ કર્યું નથી. રૂ.30 હજાર કરોડના એમ.ઓ.યુ. તે સમયની ભાજપ સરકારે કરવાનું કહ્યું અને તે કરી દેવામાં આવ્યા હતા. આજે આ કંપનીએ એક ફૂટી કોડીનું પણ રોકણ કર્યું નથી. તેણે આ પ્રોજેક્ટ પરત લઈ લીધો છે.

નેનો સિટી પ્રોજેક્ટ  

ધોલેરા શહેરની અંદર બીજું એક નેનો સિટી વિકસાવવાનું હતું. આમ જે રીતે ભાજપ સરકારે પ્રજાને ખ્વાબ બતાવેલા એવા ખ્વાબ સાબિર ભાટીયાએ બતાવ્યા હતા. કારણ કે તે પોતે એક આખું શહેર અહીં ઊભું કરવા માંગતા હતા. પણ તેમને મિડિયામાં પ્રસિધ્ધિ મળે તે માટે અને સરકારના દબાણથી સાવ મફતમાં કરારો કર્યા હતા. આજ સુધી ગુજરાતની ભાજપની 6 કરકારોમાંથી એક પણ સરકારે તેમને પૂછ્યું નથી તે તમને કરાર કર્યા હતા તે હવે તેનો અમલ કરો. એવું પૂછી શકે તેમ પણ નથી. કારણ કે તેમણે માત્રને માત્ર અખબારોના પાના પર ચમકવા અને ટિવી પર આવવા માટે જ આ કરારો કર્યા હતા. જો ગંભીર હોત તો તે અંગે કંઈક તો કર્યું હોત.

Hotmail.com અને HCL

સબીર ભાટીયા (હોટમેઈલના સ્થાપક) દ્વારા અહીં રૂ.૩૦,૦૦૦ કરોડના રોકાણે નેનો સીટી વિકસાવવાના એમ.ઓ.યુ. થયેલા હતા. સબીર ભાટિયાની કંપની હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની (એચસીસી), દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન (ડીએમઆઈસીડીસી) અને યુનિવર્સલ સક્સેસ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (યુએસઇએલ) ઉપરાંત ધોલેરામાં પણ શહેર વિકસાવવા નક્કી કરી જાહેરાત કરી હતી.

મોદીને મળ્યા હતા 

કંપનીએ 2009માં રાજ્ય સરકાર સાથે પ્રોજેક્ટ માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. સબીર ભાટિયા અને તેમની ટીમ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. યોજના અંગે વાત કરતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, “શહેરની યોજના તૈયાર કરવા માટે સમય લાગે છે. એકવાર ડ્રાફ્ટ તૈયાર થઈ જાય તે પછી વિકાસમાં ઘણો સમય લાગતો નથી.” 9 વર્ષથી તેઓ હજુ ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યાં છે. Hotmail.com ના સહસ્થાપક, સબીર ભાટીયાએ આ પ્રોજેક્ટની કલ્પના કરી હતી, જે નેનો સિટી ગુજરાતના બ્રાન્ડ નામ હેઠળ ધોલેરા એસઆઈઆરમાં વિકસાવવાની હતી.

સૂર્ય ઉર્જાનું શું થયું

નેનો સિટી ગુજરાતે પિટ્સબર્ગ સ્થિત યુનિવર્સિટી સાથે પણ શૈક્ષણિક સંસ્થા સ્થાપવા માટે જોડાણ કર્યું હતું. કંપનીએ શહેરમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની પણ યોજના ઘડી હતી. અધિકારીએ જાહેરાત કરી હતી કે અમે શહેરને એવી રીતે વિકસાવવા માગીએ છીએ કે તે સોલર અથવા રિન્યૂએબલ ઊર્જા પર વીજ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ધ્યાન કેન્દ્રિત કરશે. આનાથી માત્ર ખર્ચ બચશે જ નહીં પણ શહેરને લીલા અને સ્વચ્છ રાખશે એવું કહેવામાં આવ્યું હતું. ” દરેક ઇચ્છિત સવલત ધરાવતું એક નવું શહેર વિકસાવવાનું શરૂ કરી રહ્યા છીએ જે ટાઉનશિપનું મોટું વર્ઝન હશે.” અમે ધોલેરામાં પહેલેથી જ સ્થાન ઓળખી લીધું છે અને ટૂંક સમયમાં જ અમે યોજનાની જાહેરાત કરીશું. તેને આજે 9 વર્ષ થઈ ગયા છે. માત્ર સાબિર ભાટીયાજ નહીં પણ અનેક કંપનીઓએ ગુજરાતની પ્રજા સાથે ધોલેરાના નામે ધોખો કર્યો છે.