ધોલેરામાં નેનો સિટી પ્રોજેક્ટ પડતો મુકામો, મોદીની લોલીપોપ

હોટમેઈલના સ્થાપક સાબિર ભાટીયાએ ધોલેરામાં નેનો સિટી બનાવવા માટે 2009માં ગુજરાતની ભાજપ સરકાર સાથે સમજૂતી કરાર કર્યા હતા. રૂ.30,000 કરોડનો એક પ્રોજેક્ટ હતો. ગુજરાતના અંગ્રેજી અને કેટલાંક ગુજરાતી અખબારોએ આ કરારને એટલી પ્રસિધ્ધિ આપી હતી કે જાણે ધોલેરા સ્વર્ગ બની ગયું છે. એવો પ્રચાર થયો કે ધોલેરામાં રૂ.30 હજાર કરોડ આવી ગયા છે. પણ અખબારો અને ટીવી ચેનલો દ્વારા ત્યારની સરકાર દ્વારા એ ભ્રમ ઊભો કરાયો હતો. આજે ધોલેરા બંજર જમીનનો પ્રદેશ ઊભો છે. અહીં સાબિર ભાડીયાની કંપનીએ ફૂટી કોડીનું પણ રોકાણ કર્યું નથી. પાંડવોની માયાવી ઈન્દ્રપ્રસ્થ જેવી નગર બનાવવાના સ્વપ્નમાં સાબિર ભાટીયા જેવા બુદ્ધિજીવી કઈ રીતે સામેલ થયા તેનો કોઈ સવાલ જ ન હોય. આ કંપનીએ ધોલેરાની ભૂમિ જોઈ પણ નહીં હોય અને રૂ.30 હજાર કરોડના એમ.ઓ.યુ. તે સમયની ભાજપ સરકારે કરવાનું કહ્યું અને તે કરી દેવામાં આવ્યા હતા. આજે આ કંપનીએ એક ફૂટી કોડીનું પણ રોકણ કર્યું નથી. તેણે આ પ્રોજેક્ટ પરત લઈ લીધો છે. ધોલેરા શહેરની અંદર બીજું એક નેનો સિટી વિકસાવવાનું હતું. આમ જે રીતે ભાજપ સરકારે પ્રજાને ખ્વાબ બતાવેલા એવા ખ્વાબ સાબિર ભાટીયાએ બતાવ્યા હતા. કારણ કે તે પોતે એક આખું શહેર અહીં ઊભું કરવા માંગતા હતા. પણ તેમને મિડિયામાં પ્રસિધ્ધિ મળે તે માટે અને સરકારના દબાણથી સાવ મફતમાં કરારો કર્યા હતા. આજ સુધી ગુજરાતની ભાજપની 6 કરકારોમાંથી એક પણ સરકારે તેમને પૂછ્યું નથી તે તમને કરાર કર્યા હતા તે હવે તેનો અમલ કરો. એવું પૂછી શકે તેમ પણ નથી. કારણ કે તેમણે માત્રને માત્ર અખબારોના પાના પર ચમકવા અને ટિવી પર આવવા માટે જ આ કરારો કર્યા હતા. જો ગંભીર હોત તો તે અંગે કંઈક તો કર્યું હોત.
માત્ર નેનો સિટી માટે આવા ભ્રમ પેદા કરતાં કરાર થયા હતા એવું નથી પણ ધોલેરા સરમાં ઈન્વેસ્ટમેન્ટ અર્થે ઘણી નામી અને મોટી કંપનીઓએ એમ.ઓ.યુ.સી. કર્યા છે. જેમાં મુખ્યત્ત્વે સબીર ભાટીયા (હોટમેઈલના સ્થાપક) દ્વારા અહીં રૂ.૩૦,૦૦૦ કરોડના રોકાણે નેનો સીટી વિકસાવવાના એમ.ઓ.યુ. થયેલા હતા. સબીર ભાટિયાની કંપની હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની (એચસીસી), દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન (ડીએમઆઈસીડીસી) અને યુનિવર્સલ સક્સેસ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (યુએસઇએલ) ઉપરાંત ધોલેરામાં પણ શહેર વિકસાવી રહ્યું છે. ત્યારે એચસીસીના એક અધિકારીએ એવો દાવો કર્યો હતો કે કલ્પસર વગર, ધોલેરામાંનું શહેર વિકસિત કરી શકાતું નથી કારણ કે ત્યાં પીવાના પાણીનો બીજો કોઇ સ્ત્રોત નથી. તેનો મતલબ એ થયો કે ધોલેરામાં પાણી ક્યાંથી લાવવું તે મોટો સવાલ છે. જો કપ્સર બની તો જ પાણી મળી શકે તેમ છે. તે સમયે ગુજરાતના એક અધિકારીએ કહ્યું હતું કે, “અમે કલ્પસરથી તાજા કે પીવાના પાણીની જરૂર નથી, અમે કલ્પસર પાણીની જરૂર વગર આગળ વધી રહ્યા છીએ.” કંપનીએ
200 9માં રાજ્ય સરકાર સાથે પ્રોજેક્ટ માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. સબીર ભાટિયા અને તેમની ટીમ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. યોજના અંગે વાત કરતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, “શહેરની યોજના તૈયાર કરવા માટે સમય લાગે છે. એકવાર ડ્રાફ્ટ તૈયાર થઈ જાય તે પછી વિકાસમાં ઘણો સમય લાગતો નથી.” 9 વર્ષથી તેઓ હજુ ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યાં છે. Hotmail.com ના સહસ્થાપક, સબીર ભાટીયાએ આ પ્રોજેક્ટની કલ્પના કરી હતી, જે નેનો સિટી ગુજરાતના બ્રાન્ડ નામ હેઠળ ધોલેરા એસઆઈઆરમાં વિકસાવવાની હતી. નેનો સિટી ગુજરાતે પિટ્સબર્ગ સ્થિત યુનિવર્સિટી સાથે પણ શૈક્ષણિક સંસ્થા સ્થાપવા માટે જોડાણ કર્યું હતું. કંપનીએ શહેરમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની પણ યોજના ઘડી હતી. અધિકારીએ જાહેરાત કરી હતી કે અમે શહેરને એવી રીતે વિકસાવવા માગીએ છીએ કે તે સોલર અથવા રિન્યૂએબલ ઊર્જા પર વીજ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ધ્યાન કેન્દ્રિત કરશે. આનાથી માત્ર ખર્ચ બચશે જ નહીં પણ શહેરને લીલા અને સ્વચ્છ રાખશે એવું કહેવામાં આવ્યું હતું. ” દરેક ઇચ્છિત સવલત ધરાવતું એક નવું શહેર વિકસાવવાનું શરૂ કરી રહ્યા છીએ જે ટાઉનશિપનું મોટું વર્ઝન હશે.” અમે ધોલેરામાં પહેલેથી જ સ્થાન ઓળખી લીધું છે અને ટૂંક સમયમાં જ અમે યોજનાની જાહેરાત કરીશું. તેને આજે 9 વર્ષ થઈ ગયા છે.
માત્ર સાબિર ભાટીયાજ નહીં પણ અનેક કંપનીઓએ ગુજરાતની પ્રજા સાથે ધોલેરાના નામે દગો કર્યો છે. વૈશ્વિક આર્થિક મંદીના પગલે, જાન્યુઆરી 2009 માં વાયબ્રંટ ગુજરાત થયું હતું. જેમાં વિશ્વ કક્ષાની કંપનીઓએ આવીને સાવ મફતમા પ્રસિદ્ધિ લેવા અને ગુજરાતની ભાજપ સરકારના ખોટા પ્રચારમાં ભાગ લેવા માટે ધોખો આપ્યો હતો. 2009ના વર્ષની ટોચની કંપનીઓએ ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માટે ભાજપની સરકાર સાથે કરાર કર્યા હતા. રોકાણકારોમાં યુનિવર્સલ સક્સેસ ગ્રૂપ (1 ટ્રિલિયન), હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (40,000 કરોડ), અદાણી ગ્રુપ લિમિટેડ (30,000 કરોડ રૂપિયા), વડોદરા સ્થિત સેંડસેરા ગ્રૂપ (રૂ. 30,000 કરોડ) નો સમાવેશ થાય છે. હોટ્લબમ (30,000 કરોડ રૂપિયા) અને ભૂતપૂર્વ તકેદારી કમિશનર એન વિટ્ટલ-અધ્યક્ષ ગુજરાત વિટ્ટલ ઇનોવેશન સિટી લિ. (રૂ. 11,300 કરોડ)નો સમાવેશ થતો હતો. વાઈબ્રન્ટ ગુજરાત, 2009 માં 1,653 મોટી પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા.