ધોળકિયા દર વર્ષે પોતાના કર્મચારીઓને કાર અને ફ્લેટ કેમ આપે છે ?

સવજી ધોળકિયાએ દિલ્હીની તિહાર જેલમાં ભગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. આ અવસર પર તેમણે પોતાની રૂ.179થી માંડીને રૂ.9 હજાર કરોડની કંપની કેમ બનાવી તે માટેની વાત કરી હતી. જ્યારે કંપનીની શરૂઆત કરી ત્યાં મારી પાસે પૈસા ન હતા. મેં પહેલા એક લાખની લોન લીધી. મને મારા કામની માહિતી હતી. સાચા મન અને ઇમાનદારીથી કામ કરવાનું શરૂ કર્યુ. લોકોને કામ પસંદ આવવાં લાગ્યું. સાચી લગન અને મહેનતનું પરિણામ આજે આપણી સમક્ષ છે. કાર અને ઘર આપીને કર્મચારીઓ પર કોઇ ઉપકાર નથી કરતો. 2014માં મેં જ્યારે 500 કાર વહેંચી તો એની પાછળ એક ટાર્ગેટ હતો. એક ટાર્ગેટ હતો જે પૂરો થાય તો દરેક કર્મચારીને કાર આપવાનો વિચાર કર્યો હતો.

કંપનીએ ન માત્ર ટાર્ગેટ પૂર્ણ કર્યો પરંતુ અપેક્ષા કરતા વધારે કમાણી કરી. તેથી કાર આપી. જો મારી કંપની આનાથી મોટી હોત તો મેં મારા કર્મચારીઓમે કમસે કમ એક મર્સિડીઢ બેન્ઝ જરૂર આપી હોત.

તેમણે 27 ઓક્ટોબર 2016માં શ્રેષ્ઠ કામ કરવા બદલ કર્મચારીઓને બોનસ તરીકે 1201 કાર, 400 ફ્લેટ આપ્યા હતા. આ વર્ષે દિવાળી બોનસ પર રૂ51 કરોડ ખર્ચ કર્યો હતો.

2015માં ધોળકીયાની કંપનીએ  તેમના કર્મચારીઓને 451 કાર અને 200 ફ્લેટ આપ્યા હતા. તે પહેલા શ્રેષ્ઠ દેખાવ કરનાર કર્મચારીઓ માટે રૂ.60 કરોડ ખર્ચ કરવામાં  આવ્યા હતા. અમરેલી જિલ્લાના દુધાવાલા ગામના સવજી ધોળકીયાએ તેમના કાકા પાસેથી લોન લઈને ડાયમંડ કારોબારની શરૃઆત કરી હતી અને શરૃઆતમાં ખૂબ મુશ્કેલીનો  ગાળો ઉઠાવ્યો હતો. પોતાના પુત્ર દ્રવ્યને પૈસાની કિંમત સમજવા માટે બ્લુ કોલર જોબ કરવા માટે પણ કહ્યું હતું. પૈસાની કિંમતે સમજવા માટે બ્લુ કોલર જોબ કરવા પોતાના પુત્રને ફરજ પાડીને લોકપ્રિયતા મેળવી હતી. હરેકૃષ્ણ એક્ષપોર્ટ જે ધોળકીયાની ડાયમંડ કંપની તરીકે છે. દ્રવ્યને ત્રણ જોડી કપડા અને સાત હજાર રૃપિયા સાથે કોચીમાં કમાણી માટે મોકલવામાં આવ્યો હતો. પોતાના પગ ઉપર ઉભા રહેવા માટે એક યુવાન વ્યક્તિને કઈ રીતે તકલીફ ઉઠાવવી પડે છે તે બાબત સમજાવવા માટે આ વ્યક્તિએ પોતાના પુત્રને કોચી મોકલ્યો હતો. સવજી ધોળકીયા પોતાના કર્મચારીઓ માટે દિવાળી બોનસ તરીકે જંગી ભેટ આપવા માટે જાણીતા રહ્યા છે.