હાર્દિક પટેલના સાથીદાર ગીતા પટેલે કહ્યું હતું કે, હાર્દિક પટેલ અને અમે બધા સાથે મળીને ગુજરાતની જનતા અને ગુજરાતની મહિલાઓનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે અને હાર્દિક પટેલ ઈચ્છતા હશે કે, ગીતા પટેલ જેવા મહિલા આગેવાન તેમની સાથે જોડાય અને લોકોનો અવાજ બનીને કામ કરે. હાર્દિક પટેલ ઈચ્છતા હશે તો હું ચોક્કસ સામે આવીશ અને ચૂંટણી લડીશ.
ધ્રાંગધ્રાથી ચૂંટણી લડવા બાબતે ગીતા પટેલે જણાવ્યું હતું કે, હું પહેલા સ્થાનિક લોકોને મળીશ અને તેમના પ્રશ્નો સમજવાની કોશીશ કરીશ. 2017માં આંદોલનકારીઓએ ટિકિટની માંગણી કરી હતી તે સમયે ધ્રાંગધ્રાની બેઠક પરથી મેં ટિકિટ માંગી હતી. પણ જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા છે અને તેમણે જ મારી રજૂઆત કરી હશે તો એ ઈચ્છતા હશે કે, હું કોંગ્રેસમાં જોડાઉ અને સાથે મળીને જનતાનો અવાજ બનીએ તો અમે બધા તૈયાર છીએ. આમ તો દરેક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આમંત્રણ આપી રહ્યા છે કે, બેન તમે આવો અને સમાજ માટે લડો ત્યારે જો સમાજના લોકો કહેશે તો ચૂંટણી પણ લડીશ.
ગીતા પટેલે જણાવ્યું હતુ કે, હાર્દિક પટેલ કોંગ્રેસમાં કોઈ શરતો સાથે જોડાયા નથી. મારી ટિકિટ માટે હાર્દિક પટેલ ક્યારેય દબાણ ન કરે. તેણે સ્વભાવિક રીતે એવી રજૂઆત કરી હોય કે, બેન લડાયક છે અને મજબૂત છે ત્યારે કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપવા માંગતી હોય તો ગુજરાતની મહિલાઓનો અવાજ ગીતા પટેલ બની શકે છે. હાર્દિક પટેલે આવી રજૂઆત કરી હોય ત્યારે પાર્ટી નક્કી કરતી હોય છે કે, ગીતા પટેલને ટિકિટ આપવી છે કે, નથી આપવી.