નકલી જીરુંનો વધતો વેપાર ગુજરાતને ફટકો મારશે

મસાલા બજાર ઊંઝા નજીક રાજસ્થાનમાં એક વર્ષથી નકલી જીરું બનાવની ફેકટરી ઝડપાઇ છે. 5 ટકાના ભાવે નકલી માલ તે બનાવવામાં ફસ્તાદ છે. નકલી જીરૂ બનાવીને ગુજરાતના વેપારીઓને વેચતો હતો. ઉત્તર પ્રદેશના જલાલાબાદમાં પણ નકલી જીરું બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો.

રાજસ્થાનના આબુરોડ ખાતે એકલિંગજી મંદિર પાછળ આવેલી તરૂગી નિવાસી હરિસિંહ રાજપૂતના ખેતરમાં નકલી જીરુંની ફેકટરી મળી હતી. રૂ.15 લાખની કિંમતનું 500 કવીંટલ નકલી જીરુ તેમજ નકલી જીરું બનાવવામાં વપરાતા કેમિકલ સહિતની અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી. જંગલીઘાસ, ગોળ અને પથ્થરના પાવડરથી આ જીરુ બનાવવામાં આવી રહ્યું હતું.

ફેકટરી ચલાવતા ઉત્તરપ્રદેશના સંજય મુન્શીલાલ ગુપ્તાની અટકાયત કરી હતી. ફેકટરીમાં જંગલી ઘાસ, ભૂંસુ અને કેમિકલ સહિત અન્ય વસ્તુઓનું મિશ્રણ કરી નકલી જીરું બનાવી આબુરોડના ટ્રાન્સપોર્ટર મારફત ખોટી બીલ્ટીઓ બનાવી આ નકલી જીરું ગુજરાતના ઊંઝા તેમજ નડિયાદ જીરા બજારમાં મહિને 55 ટન માલ વેંચી દેતો હતો.

ગુજરાત સરકારે આ અંગે તપાસ હાથ ધરી નથી. ફુડ અને ડ્રગ્સ ઓથોરિટીના અધિકારીઓ ખોટા વેપાર માટે મોટો હપ્યો લે છે. તેથી તેમનો વેપાર ચાલે છે અને ગુજરાતના લોકોનું કેન્સર વધારવા માટે ફૂડ અને ડ્રગ્ઝ ડિપાર્યમેન્ટ જવાબદાર બને છે.

આ જીરુ ઊંઝાના અને નડિયાદના માર્કેટયાર્ડમાં દર મહિને 55 ટન જેટલું મોકલવામાં આવતું હતું. એક વર્ષથી ઊંઝા અને નડિયાદના માર્કેટયાર્ડમાં દર મહિને 11 ટ્રક મોકલતો હતો. દરેક ટ્રકમાં 5 ટન મળી કુલ 55 ટન માલ ઠલવાતો હતો. રૂ.10થી રૂ.15ના કિલોની પડતર નકલમાં આવતી હતી. માત્ર રૂ.25 થી રૂ.30 રૂપિયા કિલોમાં આ જીરું વેચાતો હતો.

જીરું નો જથ્થાબંધ ભાવ કિલોએ રૂ.190 થી રૂ.250માં કિલો વેચાય છે.

પોલીસે ફેક્ટરીથી 12 બંધુવા મજૂર તેની ફેક્ટરીમાં કામ કરતાં હતા. જેને પોલીસે છોડાવેલા હતા અને તેને લગતો ગુનો દાખલ કર્યો હતો. બાળકોને એક કિલો જીરું બનાવવાની મજૂરી રૂ.2.50 ચૂકવાતી હતી.

ગુજરાતમાં 2.75 લાખ ટન જીરું પેદા થાય છે. જેમાં 30થી 40 હજાર ટન નકલી જીરું હોય છે. ઊંઝા, નડિયાદ, જૂનાગઢ, આબુરોડ, અમદાવાદ, દિલ્હી, ઓરિસ્સા, બિહાર, મધ્ય પ્રદેશમાં નકલી જીરું વેચાય છે.

દર વર્ષે આવી ફેક્ટરી પકડાતી રહે છે પણ માલ લેનારા સામે ક્યારેય ફરિયાદ થતી નથી. તેથી આ ધંધો ચાલી રહ્યો છે.

ઊંઝામાં જ બને છે નકલ

30 માર્ચ 2019માં મહેસાણાના ઊંઝામાં છેલ્લા ઘણા સમયથી નકલી જીરું બનાવવામાં આવતું હતું. આ ફેક્ટરીમાંથી ઝીણી વરીયાળી બ્રાઉન પાવડર અને ગોળની રસીના બેરલ મળી આવ્યા હતા. 250 થી 300 મણ નકલી જીરૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

11 જૂન 2017માં આવી એક ફેક્ટરી ઊંઝામાં 11 ગરનાળા નજીક નકલી જીરુંની 800 બોરી પકડવામાં આવી હતી. અંબાલાલ વલ્લુદાસ નામની પેઢીના 505 બેગ પકડાઈ હતી.

11 એપ્રિલ 2018માં ઉંઝાનાં ઐઠોર રોડ પરથી 1 હજાર કિલો સિદ્ધિ વિનાયક ટ્રેડર્સ કંપનીનાં ગોડાઉનમાં નકલી જીરું પકડાયું હતું. છે.  તો આ રેડથી વરિયાળીમાંથી જીરૂ બનાવવાનું મસમોટુ કૌભાંડ ઝડપાયું હતું.

31 જૂલાઈ 2018માં વરિયાળી, સુવા દાણાનો ઉપયોગ જીરું બનાવવામાં કરે છે. સિમેન્ટનો કોટ ચઢાવવામાં આવેલો હતો. કેમિકલ ડાઈ તેમાં વપરાય છે જે લોકો સીધા પેટમાં પધરાવે છે અને કેન્સર નોતરે છે.