ચૂંટણી પંચની ગાંધીનગર ખાતેની કચેરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નડિયાદ જિલ્લા કલેક્ટર એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીમાં ચૂંટણીશાખામાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો મુકેશ કાંતિ વાઘેલા બનાવટી મતદાર ઓળખ પત્ર રૂ.100માં બનાવી આપતો પકડાયો છે. કોઈ રાજકીય પક્ષને 1000 કે 2000 મતની ગોલમાલ કરવી હોય તો તેના માટે મુકેશ જેવા માણસો સરળતાથી મળી શકે એવી વિગતો જાહેર થઈ છે. ગુજરાતની પ્રજા EVMમાં થતાં ગોટાળાથી પરેશાન છે ત્યારે હવે બોગસ મતદાર ઓળખ પત્ર કાઢી આપવાનું કૌભાંડ પકડાયું છે.
મુકેશ પોતે કલ્કેટર કચેરની ચૂંટણી શાખાની કચેરીમાં કામ કરતો હોવાથી જે નાગરિક કાર્ડ બદલવા આવે તેનું કાર્ડ સિફ્તપૂર્વક ઉઠાવી જતો હતો અને એપિક નંબરમાં ફેરફાર કર્યા સિવાય જે તે નામ લખી કાર્ડ બનાવતો હતો. જે નાગરિકોએ ચૂંટણીકાર્ડ સુધારાવ્યુ તે કાર્ડનો નાશ અધિકારીઓ કરતાં ન હતા.
પાસપોર્ટ એજન્ટનું કામ કરતો ફિરોજ વોરા પોતાના ગ્રાહકોને ચૂંટણી કાર્ડમાં કોઈ ભૂલ હોય તો તે સુધારી આપવાનું પણ કામ કરતો હતો. નડિયાદના ચકલાસી ખાતે રહેતા તેના મિત્ર મુકેશ વાઘેલા પાસે જઈને મતદાર ઓળખ પત્રમાં ફેરફાર કરી આપતો હતો. પોલીસે આ કૌભાંડ પકડી પાડ્યું છે ત્યારે હવે ચૂંટણી પંચ સામે પણ નિષ્પક્ષ હોવાની આશા રાખી શકાય તેમ નથી. તેમાં મોટી પોલ ચાલી રહી હોવાનું આ કિસ્સા પરથી લાગે છે.
કોઈ આધાર પુરાવો રજુ ન કરે તો પણ નાગરિકો પોતાનું કાર્ડ બનાવી શકે છે. આવા 29 ચૂંટણી ઓછળ પક્ષો તેમને ત્યાંથી પકડાયા છે. નકલી સિક્કા, ચૂંટણી અધિકારીના સહીવાળા સ્ટેમ્પ સિક્કા મળી આવ્યા છે. હોલોગ્રામ પણ ઉપયોગમાં લેવામાં આવતો હતો. ઓફિસમાં આવેલા જૂના વોટરકાર્ડના સિલ્વરલોગોનો ઉપયોગ કરતો હતો. આવા 150 મતદાર ઓળખ પત્ર બન્વાયા હોવાનું તેણે કબુલેલું છે. આવા કાર્ડના આધારે તે પાસપોર્ટ બનાવતો હતો.