[:gj]ભાજપે રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર કેમ જાહેર ન કર્યા ? [:]

Why didn't the BJP announce the third Rajya Sabha candidate?

[:gj]

  • અભય ભારદ્વાજ અને રમીલા બારાની કરી પસંદગી
    અમદાવાદ, 11 ફેબ્રુઆરી 2020
  • ગુજરાતની રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપે 2 ઉમેદવાર જાહેર કર્યા છે. પણ ત્રીજા ઉમેદવાર તરીકે કોઈનું નામ જાહેર કર્યું નથી.
    ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરુ થઇ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસે ધીરે ધીરે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી આગામી 26 માર્ચના રોજ યોજાશે. ચૂંટણી માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાત ભાજપના બે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે રાજકોટના જાણીતા વકીલ અને નેતા નીતિન ભારદ્વાજના ભાઈ અભય ભારદ્વાજ અને સાબરંકાઠાના રમીલા બારાની પસંદગી કરી છે.

[:]