નકલી સોનાના ઘરેણા બનાવવાથી ખેતરોમાં પ્રદૂષણ

વલસાડના ઉમરગામમાં આવેલા તુંબ ગામના લોકો ઉદ્યોગોથી પ્રદુષિત થયેલી હવા વચ્ચે શ્વાસ લે છે અને ઉદ્યોગો દ્વારા નદીમાં છોડવામાં આવેલા કેમિકલ વાળું પાણી પી રહ્યા છે. લોકોના ઘરમાં પીળા કલરનું પાણી આવે છે. GPCBના અધિકારીઓ કંઈ કરવા તૈયાર નથી.

કંપની આવેલી તે કોઈપણ રોકટોક વગર ધુમાડો અને કેમિકલવાળું પાણી બેફામ રીતે ગામમાં છોડે છે. કેટલીક વાર તો ખેડૂતોના ખેતરમાં પણ પીળા કલરનું પાણી ફરીવળે છે. કેમિકલ વાળા પાણીના કારણે જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. પાણીમાં ભૂલથી પગ મૂકાઈ જાય તો પગમાં ખજવાળ આવવા લાગે છે. આ પાણી પ્રદુષિત થવાના કારણે ગામના લોકોને પીવાનું પાણી દૂર દૂરથી લાવવું પડે છે.

નાઈટ્રીક એસીડ કેમિકલ જમીનમાં ઉતરવાના કારણે બોરનું પાણી પીવાલાયક નથી. ગામના લોકો અને સરપંચ દ્વારા DDOને આ બાબતે આવેદન આપવામાં આવ્યું હતું પણ અમારા પ્રશ્નોનો આજદિન સુધી કોઈ પણ નિકાલ આવ્યો નથી.

થોડા વર્ષો પહેલા રેડિયમ ક્રિએશન નામની નકલી ઘરેણાં બનાવતી કંપની સ્થાપિત થઇ છે. તેથી તુંબ ગામના આ વિસ્તારમાં પ્રદુષણ ફેલાયું છે. આજુ બાજુ ખેતરોમાં ઝહેરીલુ પાણી છોડવામાં આવ્યું હતું. જે પાણી પીવાના કારણે બળદ, ગાય સહિત ઢોરો, પક્ષીઓના મોત થયા હતા. ઘટના બાદ ઢોરોનું વેટેનરી તબીબો દ્વારા પીએમ થયું હતું.

youtube.com

છતાં પ્રદુષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. ફરી વધુ એક વખત પક્ષીઓ મરવાની ઘટના બની છે. પાણીના બોરમાં પીળા રંગનું પાણી નિકળી રહ્યું છે. જીપીસીબીએ પાણીના નમૂના લીધા છે.