રાજકીય રીતે ઉત્તર ગુજરાતમાં નડી રહેલાં કોંગ્રેસના મજબૂત સહકારી આગેવાન નટુભાઈ પિતાંબરભાઈ પટેલ કે જે 24 વર્ષ ગુજકોમાસોલના અધ્યક્ષ અને 32 વર્ષ ડિરેકટર રહ્યાં હતા. મહેસાણા જિલ્લા સહકારી બેંક, મહેસાણા ખેત ઉત્પન્ન બજાર સમિતિમાં વર્ષો સુધી રહ્યાં હતા. તેમની સામે ભાજપના નેતા નીતિન પટેલે રૂ.1200 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો. તેને હવે ભાજપમાં લાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તે ભાજપમાં ન જતાં વર્ષો પહેલાના કેસ શોધીને તેમની પાસે વસુલાત કરવાનું નાટક ભાજપ સરકાર કરી રહી છે. જેમની સામે ભાજપના નાણાં પ્રધાન નિતીન પટેલે અબજો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા હતા તેમાં ડુંગર ખોદીને ઉંદર કાઢ્યો હોય તેમ અબજો રૂપિયાના સ્થાને માત્ર રૂ.6.78 કરોડ ભરવા માટે 6 વર્ષ પછી રહી રહીને કાર્યવાહી શરૂં કરી છે. જો નટુ પટેલ ભાજપમાં આવી ગયા હોય તો તેઓ શુદ્ધ બની ગયા હોત. જાણે તેમણે કોઈ ભ્રષ્ટાચાર કર્યો ન હોય તેમ તેમનું ભવ્ય સ્વાગદ ભાજપના નેતાઓએ કર્યું હોત. જે બતાવે છે કે ભાજપની નૈતિકતા તળિયે જઈને બેસી ગઈ છે.
1200 કરોડના ભ્રષ્ટાચાર અને ભાજપમાં પ્રવેશ માટે દબાણ
નટુભાઈ પટેલ એવું માને છે કે, કોંગ્રેસમાં હોવાથી ભાજપ સરકાર હેરાન કરે છે. તેમને ભાજપમાં લઈ જવા માટે વિસનગરના ધારાસભ્ય ઋષિકેષ પટેલ અને બીજા સ્થાનિક આગેવાનોએ દબાણ કર્યુ હતું, ધાક ધમકીઓ આપી રહ્યા છે. ભાજપ સરકારે તેમને ત્રણ સહકારી સંસ્થામાંથી દૂર કરવા માટે રૂ.1200 કરોડના કૌભાંડનો આરોપ મૂક્યો હતો. નીતિન પટેલે અનેક વખત તે અંગે જાહેરાતો કરી હતી. હવે ભાજપના નેતા ઋષિકેશ પટેલ તેમને આવકારવા માટે તૈયાર કરી રહ્યા છે.
2017માં હાંકી કઢી ભાજપનો કબજો
નટુભાઈ પિતાંબરને ગુજકોમાસોલમાંથી 13 એપ્રિલ 2017માં ભાજપ સરકારે હાંકી કાઢ્યા બાદ ગુજકોમાસોલના અધ્યક્ષ તરીકે ભાજપના નેતા દિલીપ સંઘાણી છે. ઉપાધ્યક્ષ ગોવિંદ પરમાર, પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયા, ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ, સતિષ પટેલ, ધીરૂ ચાવડા, નટુ વાઘાણી, ચંદ્રકાંત પટેલ, રસિક એમ પટેલ, નવનીજ પટેલ, અમરત આર. દેસાઈ, પંકજ જે પટેલ, મેનેજીંગ ડાયરેક્ટર બી. આર. શાહ છે. તેઓ રાજકીય ઈશારે કામ કરી રહ્યાં છે.
રૂ.8 કરોડનો આરોપ
2015માં મહેસાણા જિલ્લા સહકારી બેંકના નટુ પિતાંબર ચેરમેન હતા ત્યારે રૂ.8 કરોડના કાળા નાણાંના કૌભાંડ અને ડિરેક્ટર ડી જે પટેલે આરોપ મૂક્યો હતો. મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી નટુ પટેલને ભાજપે હાંકી કાઢી વહીવટદારની નિમણૂક 2016માં કરી હતી.
યુરિયા કૌભાંડ
ગુજકોમાસોલનામોટા યુરિયા કૌભાંડમાં સંડોવાયેલા નટુ પીતાંબર દ્વારા તેમની સામેની ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી છે. યુરિયા કૌભાંડમાં તપાસ બાદ કરજણ પોલીસે નટુ પીતાંબર સામે ફરિયાદ નોંધી હતી. જેમાં ખેડૂતોનો યુરિયા ઉદ્યોગોમાં પહોંચી જતું હતું.
9 કૌભાંડ
88 વર્ષનાં નટવરભાઇ પટેલનું નામ અગાઉ પણ 9 કૌભાંડમાં ઉછળ્યું હતું. તેઓ મહેસાણા તાલુકા ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ હતા ત્યારે અડદની ખરીદીમાં કૌભાંડ આચર્યુ હતું. રાયડાની ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર આચર્યો હતો. ગુજકોમાસોલની સુવર્ણ જયંતી મહોત્સવ વખતે કર્મચારીઓ પાસેથી એડવાન્સ પેટે રૂ42 લાખ ઉઘરાવી એસોસીએશનનાં ખાતામાં જમા કરાવી દીધા હતા. જેમાં વડી અદાલતે 10 એપ્રિલ 2012 માં રૂ32 લાખ ભરાવ્યાં હતા. સોવેનિયર પ્રસિદ્ધિમાં પણ ર2 કરોડની રકમ પોતાના ફાયદા માટે ટ્રસ્ટમાં મેળવી લીધી હતી. અમદાવાદ ખાતે સંસ્થાનું નવુ મકાન પણ મંજૂરી વિના ખરીદી તેમાં પણ રૂ.4.15 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં રૂ.1.22 કરોડની સ્ટેમ્પ ડયૂટીની પણ ચોરી કરાઇ હતી.
ભાજપના નેતા કે. સી. પટેલની નિષ્ફળતા
ભાજપના મહામંત્રી કે. સી. પટેલ સાથે વિવાદો કાયમ જોડાયેલા છે. મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંકને ભાજપે સત્તાનો ગેરઉપયોગ કરીને નટુ પિતાબર પાસેથી બેંકનો વહીવટ આંચકી લીધો હતો. ત્યારે તેમાં ડખલગીરી કરીને બેંકનો વહિવટ ખાડામાં નાંખી આપ્યો છે. ભાજપના જ્યાં દશરથ જેઠા ચેરમેન બન્યા જેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરાવ્યા. હવે 4 વર્ષથી વહીવટદાર છે અને ચૂંટણી નથી. કે સી પટેલે ભાજપનું નવું બોર્ડ બેસવા ન દીધું. કે. સી. પટેલને ઉત્તર ગુજરાતમાં કોઈ પસંદ કરતું નથી.
શું કર્યું ?
અમદાવાદમાં ઈ.સ.2013થી 2016માં નાણાકીય ગેરરીતિ અંગે ગુજરાત કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમીટેડ – ગુજકોમાસોલ- ના પૂર્વ અધ્યક્ષ નટવરલાલ પિતાંબર પટેલ પાસેથી ગેરરીતિના રૂ.6.78 કરોડ વસુલ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
રાજ્યના સહકારી મંડળના રજીસ્ટ્રાર નલિન બી. ઉપાધ્યાય દ્વારા જાહેર કરાયું છે. 79 કર્મચારીઓની કર્મચારીઓની
ગેરકાયદેસર રીતે રૂ.8 લાખથી રૂ.15 લાખ લઇને ભરતી કરી હતી. નવરંગપુરાના મકાનની ખરીદીમાં પોતાના
મળતિયાને વચેટીયા તરીકે ઉભા કરીને મૂળ માલિક સારસ્વત બેંક પાસેથી રૂ.16.35 કરોડનું મકાન રૂ.20.50 કરોડમાં ખરીદીને રૂ.4.15 કરોડનો ગોટાળો કરીને ગુજકોમાસોલને નુકસાન કરાવ્યું હતું.
મગ અને તુવેરની ખરીદી એક જ કંપની કુસુમ એન્ટરપ્રાઇઝ પાસેથી બધો માલ ખરીદ કર્યો હતો. ખરીદ
કિંમત કરતાં ઓછી કિંમતે વેચીને રૂ.2.13 કરોડની ખોટ કરી હતી.
ઓફીસમાં હલકી કક્ષાનું રાચ-રચીલું વધુ કિંમતે બતાવીને તથા વકીલોને કાનૂની ફી પેટે રૂ.50.40 લાખ બોર્ડમાં ઠરાવ કર્યા વગર ચૂકવીને ગુજકોમાસોલને રૂ.6.78 લાખનું નુકસાન કરાવ્યું હતું.
આમ રૂ.6.78 કરોડની વસુલાતની કાર્યવાહી ગુજકોમાસોલનાં કસ્ટોડિયનની ભલામણના આધારે 2017થી હાથ ધરવામાં અવી છે. પી. એન. નિનામા ગુજકોમાસોલના તપાસ અધિકારી છે. ડી. બી. ત્રિવેદી ઓડિટર છે.