ગુજરાતની બે તબીબી કોલેજને 300 બેઠકો સાથે મંજૂરી મળી છે. વીસનગરની એસ. કે. યુનિવર્સિટીને કેન્દ્ર સરકાર દ્વારા મેડીકલ કોલેજની મંજૂરી આપવામાં આવી છે. આ વર્ષે 150 સીટની તબીબી કોલેજની શરૂઆત થઈ જશે. નડીયાદમાં એન. બી. દેસાઈ તબીબી કોલેજને પણ 150 સીટની મંજૂરી મળી છે. બંને તબીબી કોલેજોમાં 500 પથારીની હોસ્પિટલ શરૂ થશે. આની પ્રક્રિયા લગભગ એક વર્ષથી ચાલતી હતી.
હવે ગુજરાતમાં 4450 બેઠકો વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ થશે. ગુજરાત સરકારે એક નીતિ બનાવી છે કે, જે તબીબી કોલેજ શરૂ કરવી હોય એમની પોતાની જમીન, એમની પોતાનું બિલ્ડીંગ, વિદ્યાર્થીઓ દીઠ એક બેઠક પર 4 લાખ રૂપિયા રાજ્ય સરકાર સબસીડી આપે છે. આમ રૂ.12 કરોડ સરકાર આ કોલેજને આપશે.
ધોરણ 12 બાદ તબીબીના અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓની 100% ફી સરકાર ભરે છે. તબીબી શિક્ષણ માટે રૂ.3413 કરોડ ખર્ચે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ કુલ રૂ.9750 કરોડની જોગવાઈ કરેલી હતી.
2019થી રાજ્યના અંતરિયાળ-દૂરદરાજના ગ્રામીણ અને આદિજાતિ જિલ્લાના 7 વિસ્તારોમાં નવી તબીબી કોલેજીસ પી.પી.પી ધોરણે શરૂ કરવાનું 2018માં નક્કી કરવામાં આવ્યું હતું. અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ શરૂ કરવા માટે રાજ્ય સરકાર અદ્યતન મશીનરી અને સાધન સુવિધા માટે 25 ટકા સબસિડી આપે છે. તબીબીની સેલ્ફ ફાઇનાન્સ બેઠકો પર પ્રવેશ લેતાં ઓછી આવકવાળા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર 50 ટકા ફી ભોગવે છે.
તબીબી કોલેજો વધારવા માટે સરકારે ગ્રીનફિલ્ડ પોલિસી અને બ્રાઉનફિલ્ડ પોલિસી તૈયાર કરી છે. એમસીઆઇના નિયમ મુજબ તબીબી કોલેજ માટે 500 બેડની હોસ્પિટલ જોઇએ. અંતરિયાળ વિસ્તારમાં તમે કોલેજ બનાવો હોસ્પિટલ તમને સરકાર આપશે. એવું મુખ્ય પ્રધાને જાહેર કર્યું હતું. આ પોલિસી મુજબ દાહોદ, ગોધરા, બનાસકાંઠા, અમરેલી સહિત 7 જિલ્લાઓમાં નવી તબીબી કોલેજ બનાવવાની મંજૂરી આપી છે.
રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સિવાયના શહેરોમાં ખાનગી કે ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું નિર્માણ કરશે તેને 25 ટકા સબસિડી આપવામાં આપે છે.